ગુજરાત ચૂંટણી પહેલા રાહુલ સાથે મુલાકાત ન કરવી મોટી ભૂલઃ હાર્દિક પટેલ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડિસેમ્બર 2017માં યોજાયેલી 182 વિધાનસભા સીટની ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી. કોંગ્રેસની સીટની સંખ્યામાં વધારો થયો હતો પરંતુ તે બીજેપીને સત્તામાંથી દૂર કરી શકી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે એમ પણ કહ્યું કે, જ્યારે 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા ત્યારે મેં પણ તેમને વોટ આપ્યો હતો. અમે વિચાર્યું હતું કે દેશના યુવાઓને રોજગાર મળશે. દેશના ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ મળશે પણ આમ થયું નથી.
કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું કે, જો મેં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હોત તો વિપક્ષ (કોંગ્રેસ)ને પૂર્ણ બહુમત મળત. ભાજપને 99 નહીં 78 સીટ જ મળી શકી હોત
મુંબઈમાં ઈન્ડિયા ટૂડે કોન્કલેવમાં તેણે કહ્યું, મેં પહેલાં પણ કહ્યું છે અને હજુ પણ કહી રહ્યો છું કે મેં રાહુલ ગાંધી સાથે મુલાકાત નહોતી કરી. જો હું મમતા બેનર્જી, નીતિશ કુમાર, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ખુલ્લેઆમ મળી શકતો હોઉં તો રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવામાં શું મુશ્કેલી છે.
મુંબઈઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત નહીં કરી હોવા અંગે કહ્યું કે, આ મોટી ભૂલ હતી. જો મેં મુલાકાત કરી હોત તો બીજેપીમાં રાજ્યમાં સત્તા મેળવી શકી નહોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -