ઇન્કમ ટેક્સ વિભાગે દિલ્હીમાં 40 કરોડ રૂપિયાની જૂની નોટ પકડી
આવકવેરા વિભાગને શંકા છે કે, આ પ્રકારના મની લોન્ડરિંગના કેસમાં કેટલીક અન્ય બેંક પણ સામેલ હોઈ શકે છે. વિભાગની દિલ્હી પર ખાસ નજર ચે. આવકવેરા વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ કેટલાક નેતાઓ, નોકરશાહ અને ઉદ્યોગપતિઓના સંબંધીઓ પર નજર રાખી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર બ્રાન્ચમાં હાલમાં જ ખોલવામાં આવેલ ખાતામાં 11થી 22 નવેમ્બરની વચ્ચે રદ્દ થયેલી જૂની નોટો જમા કરાવવામાં આવી હતી. ત્રણ ખાતામાં કુલ 39 કરોડ 26 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા જેને બાદમાં ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર (RTGS)ના માધ્યમથી આ રૂપિયાને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે એક્સિસ બેંકના પ્રવક્તાએ જણાવ્યું કે, રૂપિયા બેંકની કશ્મીરી ગેટ બ્રાન્ચમાં હાલના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આવકવેરા અધિકારી વિતેલા ત્રણ દિવસથી એક્સિસ બેંકની શાખા અને બ્રાન્ચ મેનેજરના બે ઠેકાણા પર તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન રોકડ અને કેટલાક મહત્ત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર બ્લેક મનીને વ્હાઈટ કરનાર આ રેકેટ જૂની દિલ્હી લક્ષ્મીનગરથી ચલાવવામાં આવી રહ્યું છે. કેટલાક જ્વેલર્સ અને એન્ટ્રી ઓપરેટર બેંક કર્મચારીઓ સાથે મિલીભગત કરીને મોટી સંખ્યામાં જૂની નોટો બેંકમાં જમા કરાવી રહ્યા હતા. એક્સિસ બેંકની કશ્મીરી ગેટ બ્રાન્ચના મેનેજરે કથિત રીતે 40 લાખ રૂપિયા લીધા હતા. બેંક મેનેજરે કથિત રીતે બેન્કિંગ સમય બાદ પણ સ્પેશિયલ કાઉન્ટર લગાવીને આ બંધ થઈ ગયેલી નોટને જમા કરાવી હતી.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ કાળાનાણાંને સગેવગે કરનારાઓ પર આવકવેરા વિભાગના નજર રાખીને બેઠું છે. વિભાગે દિલ્હીમાં એક ખાનગી બેંકની શાખામાં મોટી સંખ્યામાં જૂની નોટો જમા કરાવ્યાનો કેસ પકડ્યો છે. એક્સિસ બેંકની કશ્મીરી ગેટ શાખામાંથી 1000 અને 500 રૂપિયાની જૂની નોટમાં અંદાજે 40 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -