ત્રણ તલાક ન લેવા પર પતિ સામે જ મહિલા પર 10 લોકોએ કર્યો બળાત્કાર
1 જાન્યુઆરીએ પતિની હાજરીમાં 10 લોકોએ મારી સાથે બળાત્કાર કર્યો. આ દરમિયાન ફરી એક વખત મારો ગર્ભપાત થઈ ગયો. મને જબરદસ્તીથી દારૂ પીવડાવવામાં આવતો હતો જેથી હું બેભાન રહું. બાદમાં હું કોઈરીતે ભાગીને પોલીસે પાસે ગઈ. જોકે પોલીસે પણ ત્યાંથી ભગાડી દીધી. બાદમાં હું મારા પીયર ગઈ. અને 2 ફેબ્રુઆરીના રોજ ઉચ્ચ અધિકારીઓ પાસે ગઈ છતાં પણ કેસ નોંધવામાં ન આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 ઓક્ટોબરે શબનમે યોગી આદિત્યનાથને ફરિયાદ કરી અને 4 જૂનના રોજ પતિ જાવેદ, સાથી એજાજ, જાહિદ, જાકિર, અબ્દુલ સહિત ચાલ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી.
હું રૂમમાં બંધ હતી. કોઈ રાહદારીએ મારી ચીસો સાંભળી અને પોલીસને લઈને આવ્યા. પોલીસ મને ત્યાંથી શાહગંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ. જોકે પોલીસે કેસને દબાવી દઈને મને પરત સાસરે મોકલી દીધી હતી. જ્યાં ફરીથી મને કેદ કરવામાં આવી. કેદમાં હોવા છતાં મેં કોઈપણ રીતે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો. તેનો જવાબ 15 સપ્ટેમ્બર, 2016ના રોજ મળ્યો. જે સાસરીયાઓના હાથમાં આવી ગયો અને તેઓ મને વધારે ટોર્ચર કરવા લાગ્યા.
આગ્રાઃ અહીં એક મહિલા પોતાના ઉપર થયેલ દુષ્કર્મના આરોપીઓને સજા અપાવવા માટે મહિનાઓથી ભટકી રહી છે. છતાં પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી છે. આ બધુ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ખુદ યૂપીના સીએમના કહેવા પર આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ખુદ નરેન્દ્ર મોદી પણ આ મામલે પોતાના કાર્યાલયથી પત્ર મોકલી ચૂક્યા છે. આરોપ છે કે, પતિએ 3 તલાક ન આપતા તેને ઘરમાં કેદ કરીને પ્રેગનેન્સી દરમિયાન પોતાની સામે જ 10 યુવક પાસે ગેન્ગરેપ કરાવ્યો હતો.
ઘટના શાહગંજ આજમ પાડાની શબમન (કાલ્પનીક નામ)ની છે. શબમનના લગ્ન વર્ષ 2014ની 21 એપ્રિલે સરાય ખ્વાજા સાથે થયા હતા. 18 ઓક્ટોબર 2016ના રોજ જ્યારે આગ્રા મુખ્યાલય પર કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા ત્રણ તલાકના પક્ષમાં મહિલાઓની રેલી કાઢવામાં આવી હતી ત્યારે જાવેદે શબમને રેલીમાં જવા માટે કહ્યું હતું.
રેલીમાં જનારી મહિલાઓને રૂપિયા પણ મળતા હતા. તેમ છતાં શબમનનું કહેવું હતું કે, ત્રણ તલાક મહિલાઓ માટે ખોટું છે અને તે તેનું સમર્થન નથ કરતી. વિરોધ કરતાં શબમન સાથે મારપીટ કરીને તેને કેદ કરી લેવામાં આવી હતી. કેદ કરવાની સાથે સતત બે રાત સુધી ત્રણ-ત્રણ યુવકો દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો. બે મહિનાથી ગર્ભવતી શબમનનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -