UPમાં બીજેપીના વધુ એક દલિત સાંસદ થયા નારાજ, લેટર લખીને કહ્યું- 4 વર્ષમાં મોદી સરકારે કંઈ નથી કર્યું
લેટરમાં યશવંત સિંહે લખ્યું છે કે, તે જાટવ સમાજના સાંસદછે. મોદી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી. તેમના કહેવા મુજબ અનામતના કારણે જ તેઓ સાંસદ બની શક્યા પરંતુ તેમની યોગ્યતાનો ઉપયોગ થઈ રહ્યો નથી. સાંસદ બન્યા બાદ પીએમ મોદી પાસે અનામત બિલ પાસ કરાવવાની માંગ કરી હતી, જે હજુ સુધી પૂરી થઈ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેએ તેમની જ સરકાર સામે રાજધાની લખનઉ સ્થિત કાંશીરામ સ્મૃતિ ઉપવનમાં ભારતીય બંધારણ અને આરક્ષણ બચાવો મહારેલીનું આયોજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આરક્ષણ કોઇ ભીખ નથી પરંતુ પ્રતિનિધિત્વનો મામલો છે. જો આરક્ષણને ખતમ કરવાનું દુઃસાહસ કરવામાં આવશે તો ભારતની ધરતી પર લોહીની નદીઓ વહેશે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં એક તરફ સીએમ યોગી આદિત્યનાથ ભારત બંધ દરમિયાન પોલીસ દ્વારા ભેદભાવ વગર કાર્યવાહીની વાત કરી રહ્યા છે તો બીજી તરફ યુપીમાં બીજેપીના નેતૃત્વ સામે દલિત સાંસદોની નારજગી સતત વધી રહી છે. બીજેપી સાંસદ સાવિત્રી બાઇ ફુલેથી શરૂ થયેલો સિલસિલો ચોથા દલિલ સાંસદની નારાજગી સુધી પહોંચી ગયો છે.
મોદી સરકાર પર આરોપ લગાવતાં યશવંતે લેટરમાં લખ્યું છે કે 4 વર્ષમાં 30 કરોડની વસતિ ધરાવતાં દલિત સમાજ માટે પ્રત્યક્ષ રીતે કંઇ કરવામાં આવ્યું નથી.
હવે નગીનાથી બીજેપી સાંસદ યશંવત સિંહે મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે SC/ST એક્ટ પર સુપ્રીમના ફેંસલાને લઇ સવાલો ઉઠાવ્યા છે. યશવંત સિંહે પીએમ મોદીને લખેલા લેટરમાં દલિતોના હિતોનો મુદ્દો ઉઠાવ્યા છે.
નારાજગી વ્યક્ત કરતાં યશવંત સિંહે લખ્યું છે કે બીજેપીના દલિલ સાંસદો લોકોના રોષનો શિકાર બની રહ્યા છે. જનતાને અનેક મુદ્દા પર જવાબ નથી આપી શકાતો. યશવંત પહેલા ઇટાવાના બીજેપી સાંસદ અશોક દોહરેએ તેમની સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -