સુપ્રીમના જે ચુકાદાનો દલિતો આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે એટ્રોસિટી એક્ટ અંગેનો ચુકાદો શું છે? જાણો વિગત
સુપ્રીમે પોતાની વાત સ્પષ્ટ કરવા માટે એવું કહ્યું છે કે, કોઈ પણ કાયદો જ્ઞાતિવાદને પોષે ને લોકો એક જ્ઞાતિને ધિક્કારે એવું ના થવું જોઈએ. સુપ્રીમના ચુકાદાના કારણે એટ્રોસિટી એક્ટ નબળો પડી ગયો છે તેવો દલિત અને આદિવાસી સંગઠનોનો દાવો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ જ રીતે કોઈ વ્યક્તિને જજ સામે રજૂ કરાય પછી તેને અટકાયતમાં રાખવો જરૂરી છે કે નહીં એ જજ નક્કી કરશે. જજને લાગે કે, આરોપીને જામીન આપવા જેવા છે તો જામીન આપી શકાશે. સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટને આ દેશના બીજા કાયદા જેવો જ ગણાવ્યો છે તેના કારણે તેની સામે વિરોધ થયો છે.
સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી કાયદાની કલમ 18નું અર્થઘટન કરીને સ્પષ્ટતા કરી છે કે, કોઈ પણ ગુનામાં વ્યક્તિને આગોતરા જામીનનો હક છે જ ને આ કેસમાં પણ નાગરિકોનો એ હક ના છિનવી શકાય. ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ધ્યાનમાં રાખીને એટ્રોસિટીના એક કેસમાં હમણાં આગોતરા જામીન પણ મંજૂર કર્યા.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, સરકારી અધિકારીની નિમણૂક કરનાર સત્તામંડળની મંજૂરી મળે પછી જ તેમની ધરપકડ કરાય. એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થાય એટલે આગોતરા જામીન ના મળેતે અંગે પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે.
ભારતમાં તપાસના નામે સમય પસાર કરાતો હોય એટલે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટતા પણ કરી દીધી છે કે, આ તપાસ એક અઠવાડિયામાં પતી જવી જોઈએ. એટ્રોસિટી એક્ટ હેઠળ સૌથી વધારે કેસ સરકારી અધિકારીઓ સામે થતા હોય છે. સુપ્રીમ કોર્ટે તેમને પણ રાહત આપી છે.
સુપ્રીમે એમ પણ કહ્યું છે કે, એફઆઈઆર નોંધાય એટલે તરત આરોપીને ઉઠાવીને જેલમાં ધકેલી દેવાના એવું પણ ના બનવું જોઈએ. જેમની સામે આક્ષેપો થયા છે તેમની ભૂમિકા ચકાસ્યા પછી જ ધરપકડની ને એ બધી વિધી કરવાની રહેશે. ધરપકડ માટે પણ જિલ્લા પોલીસ વડા કે સીનિયર સુપ્રિટેન્ડેન્ટની મંજૂરી ફરજીયાત કરી દેવાઈ છે.
સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટી દુરુપયોગ થવાની અને નિર્દોષોને પણ ફીટ કરીને કનડગત કરાતી હોવાની ફરિયાદ સાથેની અરજી થઈ હતી. તેના કારણે સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. એક રીતે જોઆએ તો સુપ્રીમ કોર્ટે એટ્રોસિટી એક્ટની જોગવાઈઓનું અર્થઘટન કર્યું છે.
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે શીડ્યુલ્ડ કાસ્ટ/શીડ્યુલ ટ્રાઈબ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ અંગે ગયા સપ્તાહે મોટો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા સામે દલિત અને આદિવાસી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. સોમવારે ભારત બંધનું એલાન પણ અપાયું અને દેશભરમાં તેની સામે ઉગ્ર વિરોધ પણ થયો ત્યારે આ ચુકાદો શું છે તે જાણવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થાય કે તરત જ એફઆઈઆર નોંધીને જેની સામે ફરિયાદ થઈ હોય તેને જેલમાં ધકેલી દેવાય છે એવું ના થવું જોઈએ. તેના બદલે ફરિયાદ મળે પછી તેની પ્રાથમિક તપાસ થવી જોઈએ ને એ તપાસના અંત લાગે કે, ફરિયાદમાં દમ છે તો જ એફઆઈઆર નોંધવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -