કાળાં નાણાંને નાથવા નવો ખરડો, અત્યારે કાળાં નાણાં જાહેર કરો તો 50 ટકા ટેક્સ, રેડ પડે ને પકડાઓ તો લાગે કેટલો ટેક્સ, જાણો
નોટબંધી બાદ અઘોષિત આવક પર 30 ટકા ટેક્સ લાગશે. ઉપરાંત 10 ટકા પેનલ્ટી લાગશે. 30 ટકા ટેક્સ અને 10 ટકા પેનલ્ટી મળીને અઘોષિત આવક પર કુલ 40 ટકા ટેક્સ લાગશે. ટેક્સનો 33 ટકા સરચાર્જ અલગથી વસૂલવામાં આવશે. આ સરચાર્જને વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના સેસ નામ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ ગુરુવારે વડાપ્રધાને કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં અઘોષિત આવક પર 50 ટકા ટેક્સ અને ચાર વર્ષ સુધી 25 ટકા રકમ લોક-ઇન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી
પરંતુ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની આવકની જાહેરાત નથી કરતો અને આઇટી વિભાગ જો તેની જાણકારી મેળવી લેશે તો તેના પર 75 ટકા ટેક્સ અને 10 પેનલ્ટી લગાવવામાં આવશે. નવા બિલમાં બ્લેકમની ધરાવનારા લોકો પર શકંજો કસવાની પૂરી તૈયારી કરવામાં આવી છે. જો આ સંશોધન બિલ પાસ થઇ જાય છે તો પછી બેન્કોમાં અઘોષિત આવક જમા કરનારા લોકો વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરશે.
નવી દિલ્લીઃ નોટબંધીના વિરોધ વચ્ચે આજે લોકસભામાં નાણામંત્રી અરુણ જેટલી દ્ધારા ઇન્કમટેક્સ બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નોટબંધી બાદ જો કોઇ વ્યક્તિ જાતે જ પોતાની છૂપાવેલી આવકની જાહેરાત કરે છે તો તેના પર 30 ટકા ટેક્સ, 10 ટકા પેનલ્ટી અને 33 ટકા સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -