Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સોનિયા અને રાહુલ ગાંધીની ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ફટકારી 100 કરોડની નોટિસ, જાણો શું છે મામલો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને એફિડેવિટ ફાઇલ કરવા કહ્યું હતું. CBDTના સર્ક્યૂલર પર તેમને એફિડેવિટ ફાઇલ કરવા માટે સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસમાં પી.ચિદમ્બરમ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વકીલ છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર, સોનિયા અને રાહુલ ગાંધી પર એજેએલ સંબંધિત 100 કરોડ રૂપિયાની લેવડદેવડની બાકી છે. આ બન્ને નેતાઓએ પોતાની આવક કરોડો રૂપિયા ઓછી બતાવી છે.
નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને અધધધ 100 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે, આ કેસ નેશનલ હેરાલ્ડ મામલે ચાલી રહ્યો છે, મીડિયા રિપોર્ટ અનુસાર બન્નેને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) સંબંધમાં ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -