ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બેંકો પાસે માગી 2.5 લાખથી વધારે જમા કરાવનારા લોકોની યાદી
અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કહેવું છે કે એવું નથી કે ૨.૫ લાખ સુધી જમા કરાવવાથી તમે નિશ્ચિંત થઇ જાઓ છો. કેમકે, જો આ રકમ તમારી આવકથી મેળ ખાય છે તો પણ તમારી પૂછપરછ થઇ શકે છે. મતલબ કે તમારી વાર્ષિક આવક માત્ર બે લાખ છે અને તમે અચાનક તમારા ખાતામાં ૫૦૦ ૧૦૦૦ની ચલણી નોટોમાં ૨.૫ લાખની રકમ જમા કરાવશો તો તમારી પણ પૂછપરછ થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવકવેરા વિભાગે પોતાની વેબસાઇટ પર જે નવી વિંડો મૂકી છે તેની મારફતે તમારા દ્વારા જમા તમામ રકમ પર નજર રાખી શકાય છે અને એ પણ ઓનલાઇન. જો જમા કરવામાં આવેલી રકમ નિયત મર્યાદાથી વધુ છે તો તમને કેટલાક સવાલોનો જવાબ ઓનલાઇન આપવો પડશે. જેમકે બિનહિસાબી આવક ક્યાંથી આવી સહિતના સવાલો તેમાં મુખ્ય રહેશે.
સરકારે કહ્યું છે કે બેંકોમાં ૨.૫ લાખ સુધી જમા કરાવવા પર આઇટી વિભાગ કોઇ કાર્યવાહી નહિ કરે. પરંતુ તેની પાછળ એક સચ્ચાઇ એ છે કે આની ઉપર કેટલી રકમ જમા કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઇ.
ઇનકમ ટેક્સ વિભાગના આ નિર્ણયને કારણે વધુ એક તકલીફ પણ આમ આદમીને સહેવી પડે તેમ છે. સરકારના ભરોસા છતાં પણ તેણે ૨.૫ લાખ જમા કરાવીને નિશ્ચિંત થવાનું નથી. આવક વેરા વિભાગ આ કેસમાં પણ તેની પૂછપરછ કરી શકે છે. મોદી સરકાર મહેનતથી કમાણી કરનાર લોકોને પરેશાન ન કરવાનું ભલે કહેતી હોય પરંતુ તેની અનેક નીતિઓ સ્પષ્ટ ન હોવાથી લોકો ગૂંચવાયા છે.
નવી દિલ્હીઃ બ્લેકમનીપર નજર રાખવા માટે સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરી દીધી છે અને હવે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જે પણ પોતાની આવક કરતાં વધારે રકમ બેંકમાં જમા કરાવશે તેના પર ઇનકમ ટેક્સ વિભાગની નજર રહેશે. ઇનકમ ટેક્સ વિભાગે બેંકોને કહ્યું છે કે, 2.5 લાક રૂપિયાથી વધારેની જૂની નોટ જમા કરાવવા આવતા લોકોની માહિતી આપવામાં આવે. જોકે આ પહેલા આ મર્યાદા વાર્ષિક 10 લાખની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -