આતંકવાદ પર ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો સંદેશ, 2015 પછી પહેલીવાર કરી NSA મીટિંગ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધો સુધવાના સંકેત મળી રહ્યાં છે, વિદેશ મંત્રાયલે ખુલાસો કરતાં માન્યુ છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં થાઇલેન્ડમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર-NSA અજિત ડોબાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર ખાન જાંજુઆની મુલાકાત થઇ હતી. જોકે ભારતે સ્પષ્ટતા કરી કે વાતચીત માત્ર આતંકવાદના મુદ્દે જ થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને પાકિસ્તાનના NSAની વચ્ચે થયેલી બેઠકમાં એ વાત પણ સ્પષ્ટ થઇ કે આ કોઇ છેલ્લી મુલાકાત નથી, આ રીતેની વાતચીત આગળ પણ થતી રહેશે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે આતંકવાદને લઇને તેમના એજન્ડામાં કોઇ ફેરબદલ નથી થયો.
રવીશ કુમારે કહ્યું કે, ‘’અમે કહી ચૂક્યા છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે નથી થઇ શકતી, પણ આતંકવાદ પર વાતચીત નિશ્ચિતપણ થતી રહેશે.’’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ‘’જે અમારો મુદ્દો છે તે આતંકવાદનો છે. વાતચીતમાં આ મુદ્દા પર જ ચર્ચા થઇ કે કઇ રીતે આ વિસ્તારને આતંકવાદના ચૂંગાલમાંથી બહાર કાઢવામાં આવે. વાતચીતમાં અમે સીમા પારના આતંકવાદના મુદ્દાને પણ ઉઠાવ્યો.’’
26 ડિસેમ્બર 2017ના રોજ થાઇલેન્ડની રાજધાની બેન્કૉકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોબાલ અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર ખાંન જાંજુઆની વચ્ચે મીટિંગ થઇ, ત્રણ અઠવાડિયા બાદ હવે વિદેશ મંત્રાલયે આ સમાચારની સ્પષ્ટતા કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -