Republic Day 2018: કયા નેતાએ કઈ જગ્યાએ ગણતંત્ર દિવસની કરી ઉજવણી, જાણો વિગત
દિલ્હીમાં હોમ મિનિસ્ટર રાજનાથ સિંહ ધ્વજવંદન કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીના ભાજપ હેડક્વાર્ટર પર બીજેપી પ્રમુખ અમિત શાહે ધ્વજવંદન કર્યો હતો.
બી.એ.પી.એસ.સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌ સંતો-હરિભક્તો રાષ્ટ્રગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
દિલ્હીના રાજઘાટ પરથી નરેન્દ્ર મોદીએ સલામી આપી હતી.
ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં ધ્વજ ફરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
દિલ્હીના રાજઘાટ પરથી ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદે ધ્વજ ફરકાવ્યો હતો.
નવી દિલ્હી: દેશ આજે 69માં ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. લોકતંત્રનો આ દિવસ આજે બહુ જ ખાસ છે. 44 વર્ષ પછી ગણતંત્ર દિવસની પરેડમાં એકથી વધારે વિદેશી મહેમાનોને બોલાવવામાં આવ્યા છે. તેમાં 10 ASEAN દેશોના પ્રમુખ સામેલ થયા છે. 90 મિનિટની આ પરેડમાં પહેલી વાર બોર્ડર સિક્યુરિટી ફોર્સની વુમન મેમ્બર્સ બાઈક સ્ટંટ રજૂ કરશે. બ્લેકમની પર પ્રદર્શન અને પીએમની રેડિયો શો ‘મન કી બાત’ ગણતંત્ર દિવસનો ભાગ બનશે. ગણતંત્ર દિવસે મોદીએ અમર જવાન જ્યોત પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ આપી હતી. ગણતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ કોવિંદે ધ્વજ ફરકાવ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેસરિયો સાફો પહેલી રાજપથ પહોંચ્યા હતાં. રાજપથ પર નરેન્દ્ર મોદીએ પણ સલામી આપી હતી. ગણતંત્ર દિવસની ઉજવણી જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પરેડમાં થઈ રહેલ સ્ટંટ નિહાળ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -