કોલ્ડ સ્ટ્રાઈક ડોક્ટ્રાઈનઃ ભારતે પાકિસ્તાન પર ત્રાટકવા શું બનાવી છે વ્યૂહરચના ? જાણો
કોલ્ડ સ્ટ્રાઈક ડોક્ટ્રાઈન એ ભારતીય આર્મી દ્ધારા પાકિસ્તાનમાં યુદ્ધ માટે જરૂરી વ્યુહાત્મક તૈયારીને કહેવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં પરમાણુ યુદ્ધને કેવી રીતે રોકી શકાય છે તેને લઇને પણ ભારતે તૈયારી કરી લીધી હોવાનું પાકિસ્તાન મીડિયાએ જણાવ્યુ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે 18,સપ્ટેમ્બરના રોજ કાશ્મીરના ઉરી સેક્ટરમાં આવેલા ભારતીય સૈન્યના કેમ્પ પર આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ હુમલામાં ભારતના 19 જવાનો શહીદ થયા હતા.
પાકિસ્તાની વેબસાઇટ ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ અને પાકિસ્તાન ટુડેના અહેવાલ પ્રમાણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કેટલાક ટાર્ગેટ પર હુમલો કરવા માટે ભારતે તૈયારી કરી લીધી છે. જોકે, વેબસાઇટે લખ્યું કે, પાકિસ્તાન ભારતના કોઇ પણ પ્રકારના હુમલાને ખાળવા માટે સક્ષમ છે. પાકિસ્તાને સરહદી વિસ્તારની ફ્લાઇટ્સના ઉડાણ રદ કરી દીધા છે.
નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદથી ભારત પોતાના પર સર્જીકલ સ્ટ્રાઇક કરી શકે છે તેવો પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનની કેટલીક ન્યૂઝ વેબસાઇટના કહેવા પ્રમાણે, ભારત સરકારને પોતાની એરફોર્સ અને આર્મીને પાકિસ્તાન પર હુમલો કરવાની છૂટ આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -