અગ્નિ-5નું સફળ પરીક્ષણ, ચીન-પાકિસ્તાનના અનેક મોટા શહેરો મારક ક્ષમતાની હદમાં
અગ્નિ V ચીનમાં ઉંડે સુધી પ્રહાર કરી શકે છે. ઉપરાંત સમગ્ર પાકિસ્તાન અને યુરોપના કેટલાક ભાગો પણ આ મિસાઈલની હદમાં આવે છે. 2015માં જ્યારે અગ્નિ Vનું ચોથું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે ભારતે આ ક્ષમતા હાંસલ કરી લીધી હતી. આ મિસાઈલની સહેલાઈથી હેરફેર કરી શકાય છે અને ગમે તેવા વાતાવરણ કે સ્થળેથી ટ્રકમાંથી લોન્ચ કરી શકાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અગ્નિ Vની ટેસ્ટ્સ માટે ઈન્ટરનલ બેટરી તથા ઈલેક્ટ્રોનિક કન્ફ્યુગ્રેશન જેવી બાબતો રહી ગઈ છે. જેને ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવાશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મિસાઈલને ટાર્ગેટ સુધી લઈ જવાના ત્રણ સ્ટેજ છે. સ્ટ્રેટજિક ફોર્સિઝ કમાન્ડને (SFC) મિસાઈલ સોંપવામાં આવે, તે પહેલાનું આ અંતિમ પરીક્ષણ છે. વર્ષ 2003માં SFCની સ્થાપના કરવામાં આવી હતી. આ કમાન્ડ દેશના અણુ હથિયારોનું નિયમન અને નિયંત્રણ કરે છે. આ કમાન્ડ અસ્તિત્વમાં ન હતી, તે પહેલા બે કમ સે કમ બે વખત પરીક્ષણ કરવામાં આવતું. અગ્નિ Vના નિર્માણ સાથે જ ભારત વિશ્વનો છઠ્ઠો દેશ બની જશે જે પાંચ હજારથી વધુ કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઈલનું ઉત્પાદન કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App5000 કિમીની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલ 1000 કિલોગ્રામનાં વોરહેડનું વહન કરી શકે છે. 17 મીટર લાંબી આ મિસાઈલનું વજન 50 ટન છે. તે મોર્ડન વેપન સિસ્ટમથી સજ્જ છે. જેથી તે 'ફાયર એન્ડ ફર્ગેટ' છે. તે ફાયર થયા બાદ તેના નિશાન સુધી પહોંચે છે અને દુશ્મનોની રડાર સિસ્ટમમાં સહેલાઈથી પકડાતી નથી. અગ્નિ V સરફેસ-ટુ-સરફેસ મિસાઈલ છે. મતલબ કે તેને જમીન પરથી લોન્ચ કરી શકાય અને તે જમીન પરના ટાર્ગેટને વિંધી શકે છે. વર્ષ 2013, 2014 અને 2015માં અગ્નિ V મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં વિકસીત જમીનથી જમીન સુધી માર કરવામાં સક્ષમ અગ્નિ-5 મિસાઈલ 5000 કિલોમીટરથી વધારે સુધીના ટાર્ગેટને મારવામાં સક્ષમ છે. આ 17 મીટર લાંબી, બે મીટર પહોંલી અને તેનું 50 ટન જેટલું વજન ધરાવે છે. આ એક ટન કરતાં પણ વધારે પરમાણું બોમ્બ લઈ જવામાં સક્ષમ છે. આ અગ્નિ શ્રેણીની અન્ય મિસાઈલોની સરખામણીએ સૌથી વધારે આધુનિક મિસાઈલ છે. નેવિગેશન અને માર્ગદર્શનના મામલે તેમાં અનેક નવી ટેક્નોલોજીને સમાવવામાં આવી છે.
લાંબા અંતર સુધી હુમલો કરવા સક્ષમ આ મિસાઈલનું આ ચોથું વિકાસાત્મક અને બીજું કેનિસ્ટરાઈઝ્ડ પરીક્ષણ છે. પ્રથમ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું પરીક્ષણ 15 સપ્ટેમ્બર, 2013 અને ત્રીજું પરીક્ષણ 21 ડિસેમ્બર 2015ના રોજ અહીંથી જ કરવામાં આવ્યું હતું.
બાલોશ્વરઃ ભારતે આજે ભારતમાં વિકસિત જમીનથી જમીન સુધી માર કરવામાં સક્ષણ અને પરમાણું ક્ષમતાથી સજ્જ બેલિસ્ટિક મિસાઈલ 'અગ્નિ-5'નું ઓડિશાથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ 5000 કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ છે. મિસાઈલ પણ પોતાની સાથે ન્યૂક્લિયર હથિયાર લઈ જવામાં સક્ષમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -