તમારી જેલ જેટલી જ અમારી જેલ સારી, માલ્યાને અહીં કોઈ તકલીફ નહીં પડે: ભારતે બ્રિટનને કહ્યું
ભારતીય પ્રતિમંડળે બ્રિટનને કહ્યુ કે, જો વિજય માલ્યાને પાછો મોકલામાં આવે તો તેને ખાસ જેલમાં રાખવામાં આવશે. પણ મેડિકલ સુવિધાઓ આપવામાં આવશે. એક સિનિયર ઑફિસરે એક ન્યુઝ ચેનલને કહ્યુ કે, બ્રિટનને જણાવવામાં આવ્યું છે કે, ભારતની જેલોના સેલ યુરોપની જેલો કરતા મોટા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત સરકારે બ્રિટેનને આશ્વાસન આપ્યું છે કે, લિકર કિંગ વિજય માલ્યાને ભારત પાછા મોકલવામાં આવશે તો ભારતની જેલમાં જ રાખવામાં આવશે. ભારતમાં જેલની સુવિધા યુરોપની જેલો જેટલી જ સારી છે.
ભારત વતિ આ પક્ષ કેન્દ્રિય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ દ્વારા બ્રિટેનમાં તેમના સમકક્ષ પૈટસી વિલ્કિનસન સમક્ષ રાખ્યો છે. જોકી બ્રિટનના હોમ ડિપાર્ટમેન્ટના કાયમી સચિવ છે. તેમણે જણાવ્યું કે, ગૃહ સચિવ છેલ્લા સપ્તાહથી લંડનની યાત્રા પર છે.
જો કે, એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, માલ્યાને કોઇ ખાસ સારવાર આપવામાં આવશે નહીં. પ્રતિનિધિમંડળે બ્રિટન અધિકારીઓને ભારતના આ વલણ અંગે લંડન અદાલતને પણ જાણ કરવાનુ કહ્યું.
અધિકારીઓનુ કહેવુ છે કે, દરેક જેલમાં હોસ્પિટલ પણ છે. તેથી ફિલ્મમાં બતાવવામાં આવતી જેલોની જેમ ભારતમાં તેવું નથી. આ એટલા માટે અગત્યનું છે કે, વિજય માલ્યાએ ભારતની જેલો સારી ન હોવાનું કહીને બ્રિટનની કોર્ટને પ્રત્યાપર્ણ ન કરવાની અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -