રામ મંદિર વિવાદનો ઉકેલ નહીં આવે તો ભારત જ સીરિયા બની જશે, કયા આધ્યાત્મીક નેતાએ કર્યો આ દાવો, જાણો વિગત
આર્ટ ઓફ લિવિંગ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણાં ખરા મુસ્લિમો કોર્ટની બહાર જ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવા માગે છે. જ્યારે કેટલાક મુસ્લિમો વિવાદીત સ્થળ નહીં પણ ત્યાંથી દુર મસ્જિદ બનાવવા પર વીચાર કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શ્રી શ્રી રવી શંકરની કોઈ પણ પ્રકારની મધ્યસ્થી નથી ઇચ્છતું. બીજી તરફ આ સમગ્ર મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે, જોકે મહત્વના ડોક્યુમેન્ટ્સ અંગ્રેજી ભાષામાં ન હોવાથી તેને અંગ્રેજીમાં અનુવાદ કરી રજુ કરવા કહ્યું છે. સુપ્રીમમાં હવે આગામી સુનાવણી 14મી માર્ચે હાથ ધરવામાં આવશે.
ગયા મહિને શ્રી શ્રી રવી શંકરે પણ રામ મંદીરના નિરાકરણના પ્રયાસો કર્યા હતા. તેઓએ અયોધ્યામાં જઈને પૂજા પાઠ કરી સંતોની મુલાકાત પણ લીધી હતી. જોકે તેઓએ રામ મંદીરનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેની કોઈ ફોર્મ્યુલા નહોતી આપી.
સીરિયામાં હાલ હિંસાનો માહોલ છે અને અનેક બાળકો સહીત હજારો લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિશ્વની નજર હાલ સીરિયાના નરસંહાર પર છે ત્યારે શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે, રામ મંદીરના મુદ્દા પર ધ્યાન નહીં આપો તો ભારતમાં સીરિયા જેવી સ્થિતિ આવતા વાર નહીં લાગે.
નવી દિલ્હી: આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવી શંકરે દાવો કર્યો છે કે જો રામ મંદીરના મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં ભારતની સ્થિતિ સીરિયા જેવી થઈ શકે છે. તેઓએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે ભારતમાં રામ મંદીરનો મુદ્દો આગામી દિવસોમાં વધુ સંવેદનશિલ બની શકે છે અને જો તેનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આપણા દેશમાં જ સીરિયા બની જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -