ગુજરાતમાં એરફોર્સનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ: બીજાનો જીવ બચાવવા UPના ફાઈટર પાયલોટે આપ્યો જીવ
એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોતાની સેવા દરમિયાન સંયજ ચૌહાણ પાયલોટ સ્કુલના પ્રમુખ જેવા ઘણાં મહત્વપૂર્ણ પદો પર રહ્યા હતાં. તે વાયુસેનાના એક લડાકૂ સ્ક્વોડના પણ પ્રમુખના રૂપમાં સેવા આપી ચૂક્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓ એક અનુભવી પાયલોટ હતાં અને જગુઆર, મિગ-21, હંટર, એચપીટી-32, ઈસ્કારા, કિરણ, એવરો-748, એએન-32 અને બોઈંગ 737 સહિત વાયુસેનાના 17 પ્રકારના વિમાન ઉડાવી ચૂક્યા હતાં. ચૌહાણની પાસે રાફેલ, ગ્રિપેન અને યુરો ફાઈટર જેવા ઘણા આધુનિક લડાકૂ વિમાન ઉડાવવાનો પણ વિષિષ્ટ અનુભવ હતો.
તેમના પિત્રાઈ ભાઈ ચંદ્ર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પણ ગામમાં આવતા હતા ત્યારે ગામના યુવાનોને દેશની સેવા માટે પ્રેરિત કરતા હતાં. પોતાના મિત્રોની વચ્ચે જવાનના રૂપમાં ચર્ચાત સંજય ચૌહાણનું કહેવું હતું કે આ દુનિયામાં બોર્ડરની રક્ષા કરવાથી મોટો કોઈ ધર્મ નથી. નાનપણથી જ તેમને જહાજ ચલાવવાનો શોખ હતો. સેનામાં નોકરી કર્યા બાદ તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી.
બુધવારે સવારે સંજય ચૌહાણ શહીદ થયા તેના સમાચાર મળતાંની સાથે ગ્રામજનો તેમના ઘરે આવી પહોંચ્યા હતાં. પરંતુ સંજય ચૌહાણનો પરિવાર છેલ્લા 20 વર્ષથી લખનઉમાં રહે છે. તેમના પિતા કર્નલ નત્થુ ચૌહાણની બહાદૂરીના કિસ્સા ગામના લોકોના મોઢે સાંભળવા મળ્યા હતાં.
50 વર્ષિય સંજય ચૌહાણને 16 ડિસેમ્બર 1989 વખતે વાયુસેનાના યુદ્ધમાં સામેલ કરવામાં આવ્યા હતાં અને તેઓ એક ક્વાલિફાઈડ ફ્લાઈંગ ઈસ્ટ્રક્ટર (ક્યૂએફઆઈ) અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલોટ હતાં. તેમની પાસે વાયુસેનાના પાયલોટના રૂપમાં 3,800 કલાકથી પણ વધારે ઉડાનનો અનુભવ હતો. તેમણે 2010માં વાયુસેના પદક મળ્યો હતો.
એકના એક પુત્ર હોવા છતાં પણ કર્નલ નત્થુ સિંહે પોતાના પુત્રને એરફોર્સમાં મોકલ્યો હતો. પોતાના કામથી સમર્પિત રહેનાર સંજય ચૌહાણ વર્તમાનમાં જ એર કમાન્ડર બની ગયા હતાં. વાયુ સેનાએ તેમને માર્શલના પદ આપવાની પણ તૈયારી કરી લીધી હતી. જોકે હવે તેમના શહીદ થવાના સમાચાર આવી ગયા છે.
બેવર વિસ્તારના ગામ જાસમઈ ખાસમાં તેમના શહીદ થવાના સમાચાર પહોંચતા જ ગામમાં શોક છવાઈ ગયો હતો. આખી રાત સંજય ચૌહાણની બહાદૂરીની ચર્ચાઓ થઈ હતી. સવારમાં તેમના ઘરે સગા-સંબંધીઓ અને ગ્રામજનો આવી પહોંચ્યા હતાં. એક વર્ષ પહેલા સંજય ચૌહાણ પરિવારની પુત્રીના લગ્નમાં હાજરી આપવા માટે કાનપુર આવ્યા હતાં.
રક્ષા પ્રવક્તા લેફ્ટનેંટ કર્નલ મનીષ ઓઝાએ જણાવ્યું હતું કે, જામનગરથી નિયમિત પ્રશિક્ષણ મિશન પર નિલકા જગુઆર વિમાન સવારે લગભગ 10:30 વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
એર કમાન્ડર સંજય ચૌહાણના પુત્ર અભિષેક ચૌહાણે બીટેક કરી લીધું છે અને અમેરિકાની એક કંપની સાથે તેનો કરાર થયો છે. તેમની પત્ની અંજલિ ચૌહાણ પુત્રની સાથે લખનઉ રહે છે. સંજયની બહેન સરોજ લખનઉમાં પ્રોફેસર છે અને તેમના પતિ પણ સેનામાં બ્રેગેડિયર છે. આ સિવાય તેમને અન્ય બે બહેનો અંજલિ અને રંજના અમેરિકામાં એન્જિનીયર છે અને તે બન્ને ત્યાં જ શિફ્ટ થઈ ગઈ છે. હવે તેમનો પુત્ર અભિષેક પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો છે.
કચ્છ: જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ ગયેલા વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થયું તેમાં પાયલોટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં વિમાન તૂટી પડતાં પાંચ ગાયોના મોત નિપજ્યા હતા. જેના કારણે મૈનપુરી ગામમાં શોક જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -