ભારતે લીધો જવાનોની શહીદીનો બદલો, સેનાએ LoC પાર કરી પાકિસ્તાનના 3 જવાનોને ઠાર કર્યા
આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. હાલ સર્ચ ઓપરેશન શરૂ છે. સેનાએ 2017માં અત્યાર સુધી ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત 210થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમવારે સાંજે પાકિસ્તાને સીમા પર ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો અને જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગ આઈએસપીઆરે પણ 3 જવાનો માર્યા ગયા હોવાની વાતની પુષ્ટિ કરી છે.
23 ડિસેમ્બરે પાકિસ્તાન વતી કરવામાં આવેલા ગોળીબારમાં મેજર મોહરકાર પ્રફુલ અંબાદાસ, લાંસ નાયક ગુરમેલ સિંહ, લાંસ નાયક કુલદીપ સિંહ અને સિપાહી પરગટ સિંહ શહીદ થયા હતા. ભારતીય સેનાએ તેના જવાનોની શહીદીની બદલો લઈ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય સેના પણ પાકિસ્તાનની હરકતનો જડબાતોડ જવાબ આપશે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મેજર સહિત ચાર સૈનિકોની શહીદીનો બદલો લેતા ભારતીય સેનાએ સોમવારે મોડી સાંજે એલઓસી પાર રાખચીકરીમાં પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં પાક.નો એક જવાન ઘાયલ પણ થયો હતો. પાકિસ્તાની મીડિયાએ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના માધ્યમથી આ સમાચારની પુષ્ટિ કરી છે. માર્યા ગયેલા ત્રણેય જવાનો પાકિસ્તાની સેનાની બલૂચ રેઝીમેન્ટના હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -