Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઓપરેશન ઓલઆઉટ શરૂ, સેનાએ બાંદીપુરામાં ઘરમાંથી શોધી-શોધીને ઠાર માર્યા 2 આતંકી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે આતંકીઓ દ્વારા ચાલી રહેલી હિંસાની વચ્ચે રવિવારે જમ્મુ-કાશ્મીરમાં જાહેર એકતરફી સંઘર્ષવિરામને વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. આ સંઘર્ષવિરામ રમઝાનના પાક મહિના દરમિયાન રાજ્યમાં 16 મેએ જાહેર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 17 મે થી 14 જૂનની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં કુલ 62 આતંકવાદી ઘટનાઓ ઘટી હતી.
રવિવારે કેન્દ્ર સરકારે રમઝાનના પાક મહિનો પુરો થયાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના ઓપરેશન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. ગૃહ મંત્રાલયે શાંતિના હેતુથી રમઝાનના મહિનામાં સીઝફાયર લાગુ કર્યું હતું, પણ આતંકીઓએ પોતાના નાપાક મંસૂબાએ આના પર પાણી ફેરવી દીધું.
સોમવારે સુરક્ષા દળોએ બિજબેહારા વિસ્તારમાં આતંકીઓ હોવાના સમાચાર મળ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું. 16 મેએ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં રમઝાન મહિનામાં શાંતિની પહેલને વધારવા માટે ઓપરેશનનં પૉસ્ટપૉન્ડ રાખવાનો આદેશ આપ્યો હતો.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ એકવાર ફરીથી સેનાનું ઓપરેશન શરૂ થઇ ગયું છે. સોમવારે સવારે સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના બિજબેહારામાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સીઝફાયર ખતમ થયા બાદ આતંકીઓ વિરુદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે.
ઇદ બાદ સરકારે આને હટાવી લીધો છે અને સુરક્ષાદળોને ફરીથી આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ સુરક્ષાદળોએ બિજબેહારામાં પહેલા ઓપરેશન શરૂ કર્યું.
ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલા ઓપરેશનમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ 14 જૂને બે આતંકીઓને ઠાર કર્યા હતા. આમાં એક જવાન પણ શહીદ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -