CWG 2018: ભારતની સ્વર્ણિમ સફર સમાપ્ત, 26 ગૉલ્ડ સહિત જીત્યા 66 મેડલ, વાંચો કોને મળ્યા કેટલા મેડલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા સ્થાને ઓસ્ટ્રેલિયા (80 ગૉલ્ડ) અને બીજા નંબરે ઇંગ્લેન્ડ (44 ગૉલ્ડ) સાથે ભારત કરતાં આગળ રહ્યાં હતાં. કૉમનવેલ્થ ગેમ્સમમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આ પહેલા 2010 દિલ્હી કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે સર્વાધિક 38 ગૉલ્ડ જીત્યા હતા, આ ઉપરાંત 2002ની માન્ચેસ્ટર કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં 30 ગૉલ્ડ મેડલ આવ્યા હતા.
નવી દિલ્હીઃ કૉમનવેલ્થ ગેમ્સ ભારતીય ખેલાડીઓ માટે યાદગાર રહ્યો. ગૉલ્ડકૉસ્ટમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા જેમાં 26 ગૉલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. આ સાથે ભારત મેડલ ટેલીમાં ત્રીજા નંબર પર યથાવત રહ્યું હતું.
ભારતને કઇ રમતમાં કેટલા મેડલ મળ્યાઃ- શૂટિંગ- 7 ગૉલ્ડ, 4 સિલ્વર, 5 બ્રૉન્ઝ, કુલ 16 મેડલ મળ્યા. રેસલિંગ- 5 ગૉલ્ડ, 3 સિલ્વર, 4 બ્રૉન્ઝ, કુલ 12 મેડલ મળ્યા.
ટેબલ ટેનિસ- 3 ગૉલ્ડ, 2 સિલ્વર, 3 બ્રૉન્ઝ, કુલ 8 મેડલ મળ્યા, બેડમિન્ટલ- 2 ગૉલ્ડ, 3 સિલ્વર, 1 બ્રૉન્ઝ, કુલ 6 મેડલ મળ્યા. એથલેટિક્સ- 1 ગૉલ્ડ, 1 સિલ્વર, 1 બ્રૉન્ઝ, કુલ 3 મેડલ મળ્યા.
ભારતીય એથલિટોને 9 રમતોમાં મેડલ મળ્યા. સૌથી વધુ 7 ગૉલ્ડ મેડલ શૂટિંગમાં મળ્યા, ત્યારબાદ વેઇટલિફ્ટિંગમાં પહેલીવાર 5 ગૉલ્ડ મેડલ જીતીને ભારતે ઇતિહાસ રચ્યો છે. અહીં ભારતને કઇ રમતમાં કેટલા મેડલ મળ્યા તેનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે.
સ્ક્વૉશ- 0 ગૉલ્ડ, 2 સિલ્વર, 0 બ્રૉન્ઝ, કુલ 2 મેડલ મળ્યા અને પેરા પાવરલિફ્ટિંગમાં 0 ગૉલ્ડ, 0 સિલ્વર અને 1 બ્રૉન્ઝ મળ્યો હતો.
વેઇટલિંફ્ટિંગ- 5 ગૉલ્ડ, 2 સિલ્વર, 2 બ્રૉન્ઝ, કુલ 9 મેડલ મળ્યા. બૉક્સિંગ- 3 ગૉલ્ડ, 3 સિલ્વર, 3 બ્રૉન્ઝ, કુલ 9 મેડલ મળ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -