બે વિમાન આકાશમાં ટકરાયા, દિલ્હીની 19 વર્ષીય મહિલા પાયલટ સહિત ત્રણના મોત
ભારતીય મહિલા નીશાના ફેસબુક પેજ પ્રમાણે તેણે 2017માં વિમાન ટ્રેનિંગ સ્કૂલમાં એડમિશન લીધું હતું. નિશાએ 8 દિવસ પહેલા 10 જૂને ફેસબુક પર છેલ્લી પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘તેને એવો એક પણ અવસર યાદ નથી કે જે તેના માતા-પિતાએ તેની મનગમતું કરવા માટે રોકી હોય.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુક પર નિશાએ જણાવ્યું હતું કે, તે ફ્લોરિડાના મિયામીમા રહે છે અને ડીન ઈન્ટરનેશનલ ફ્લાઇટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેણે લખ્યું હતું કે દિલ્હીની એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલથી તેણે 2013-16 સુધી અભ્યાસ કર્યો છે.
નવી દિલ્હી: અમેરિકાના ફ્લોરિડા શહેરમાં એક વિમાન ટ્રેનિંગ સ્કૂલમાં ટ્રેનિંગ દરમિયાન બે વિમાન આકાશમાં એકબીજા સાથે ટકરાતા 19 વર્ષયી એક ભારતીય મહિલા પાયલટ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે પોલીસે ત્રણ મૃતકોની ઓળખ કરી છે જેમાં ભારતની નિશા સેજવાલ અને જાર્જ સનચેજ અને રાલ્ફ નાઈટ તરીકે થઈ છે.
પોલીસને નિશાની ઓળખ ફેસબુક પેજની મદદથી કરી હતી, જે દિલ્હીની હતી. મિયામી હેરાલ્ડે ફેડરલ એવિએશન ઓથોરિટીના હવાલે જાણકારી આપી હતી કે, ટ્રેનિઓ દ્વારા ઉડાવવામાં આવી રહેલા બે નાના વિમાન હવામાં ટકરાયા હતા. જેમાં પોલીસે ત્રણના મોતની પુષ્ટી કરી છે જ્યારે અન્ય એક વ્યક્તિ વિશે તપાસ કરી રહી છે.
નિશાએ બીજી એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ભવિષ્યનું અનુમાન લગાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તેને તૈયાર કરવામાં આવે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -