આ ભારતીયની વય 120 વર્ષ હોવાનો દાવો, તેમની લાંબી ઉંમરનું રહસ્ય જાણી ચોંકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: 120 વર્ષના આ હિંદુ સાધુએ તેમનું આખુ જીવન બ્રમ્હચર્ય પાળ્યુ હોવાનો દાવો કર્યો છે. આ છે સ્વામી શિવનંદ. તેમના પાસપોર્ટ મુજબ જેમનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો. તેમણે આખુ જીવન બ્રમ્હચર્ય, સાત્વિક ભોજન અને નિયમિત યોગનો અભ્યાસ કર્યો છે. (તમામ તસવીરો-Caters News Agency And AFP)
તે જમીન પર એક પાથરણા પર સુવે છે અને લાકડાના એક સ્લેબનો ઓશીકા તરીકે ઉપયોગ કરે છે.
મારું જીવન સામાન્ય છે. હું માત્ર બાફેલુ ભોજવ લઉ છું,જેમાં કોઈ તેલ કે મસાલા હોતા નથી. ભાત સાથે બાફેલી દાળ અને થોડા લીલા મરચા ખાઉ છું.
ભારતીય પાસપોર્ટ ઓથોરીટિએ શિવનંદની ઉંમર મંદિરના રજિસ્ટરમાં ઉલ્લેખ પરથી કન્ફર્મ કરી છે. જો કે સ્વતંત્ર રીતે તેમની ઉંમરની તપાસ કરવી ઘણી મુશ્કેલ છે. શિવાનંદ અંગે અનેક અખબારોમાં અહેવાલ લખાઈ ચૂક્યા છે.
120 વર્ષીય આ સ્વામીએ વિશ્વના સૌથી વધુ જીવનારા વ્યક્તિ તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે અરજી કરી છે. હાલ આ રેકોર્ડ જાપાનના જીરોમન કિમુરાના નામે છે. તેમનું અવસાન જૂન 2013માં થયું. તે સમયે તેમની ઉંમર 116 વર્ષ અને 54 દિવસ હતી.
શિવાનંદનો જન્મ વારાણસીમાં થયો હતો અને તે અત્યંત ગરીબીમાં ઉછર્યા હતા. અને તેમણે સાધુ બનવાનું નક્કી કર્યુ હતું. તેમનું કહેવું છે કે આ ઉંમરનો રાઝ યોગ, અનુશાસન અને બ્રમ્હચર્ય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -