બાળક રડ્યું તો બ્રિટિશ એરવેઝે ભારતીય પરિવારને પ્લેનમાંથી ઉતારી દીધો, જાણો વિગત
પ્લેન જ્યારે ઉડવાની તૈયારીમાં હતું ત્યારે બાળકની માતાએ તેને ચૂપ કરાવી લીધું હતું પરંતુ કેબિન ક્રૂના અસભ્ય વર્તનથી બાળક ડરી ગયું અને જોરજોરથી રડવા લાગ્યું. જે બાદ વિમાન ટર્મિનલ પરત લાવવામાં આવ્યું તથા ભારતીય પરિવાર સહિક અન્ય મુસાફરોને ઉતારી મુકવામાં આવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટના 23 જુલાઈ 2018ની છે. પરિવાર બ્રિટિશ એરવેઝની લંડન-બર્લિન ફ્લાઈટમાં મુસાફરી કરતો હતો ત્યારે ઘટના બની હતી. બાળકના પિતા 1984 બેચના ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસેઝના ઓફિસર એકે પાઠક છે. હાલ તેમનું પોસ્ટિંગ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીમાં છે.
ભારતીય ઓફિસરે ઉડ્ડયન મંત્રીને લખેલા લેટરમાં જણાવ્યું કે, ફ્લાઇટમાં જ્યારે સીટ બેલ્ટ બાંધવાની જાહેરાત થઈ તો મારી પત્ની બાળકને સીટ બેલ્ટ બાંધી દીધો. તે અલગ સીટ પર બેઠું હતું. જેનાથી તે ગભરાઈ ગયો અને રડવા લાગ્યું. મારી પત્ની તેને ચુપ કરાવી રહી હતી. તેને રડતું બંધ કરવા ખોળામાં લઈ લીધું તે સમયે એક પુરુષ ક્રૂ મેમ્બર અમારી પાસે આવ્યો અને જોરથી બોલવા લાગ્યો અને મારા બાળકને તેની સીટ પર બેસવા કહ્યું, જેનાથી તે વધારે ડરી ગયું. જે બાદ તે જોર શોરથી રડવા લાગ્યું. અમારી સાથે અન્ય એક ભારતીય પરિવાર બેઠો હતો, તેમણે બાળકને બિસ્કિટ આપીને ચુપ કરાવવાની કોશિશ કરી. બાદમાં મારી પત્નીએ તેને સીટ પર બેસાડીને સીટ બેલ્ટ બાંધી દીધો પરંતુ તે સતત રડતું હતું. જેથી અમને નીચે ઉતારી મુકવામાં આવ્યા.
નવી દિલ્હીઃ એક ભારતીય પરિવારે યુરોપની બ્રિટિશ એરવેઝ પર વંશીય ભેદભાવનો આરોપ લગાવ્યો છે. આ પરિવારે નાગરિક ઉડ્ડનયન મંત્રી અને વિદેશ મંત્રીને ચિઠ્ઠી લખીને તેમના પરિવાર સાથે થયેલા ભેદભાવ માટે એરવેઝને માફી મંગાવાની વાત કહી છે. પરિવારની 3 વર્ષની બાળકી રડતી હોવાથી તેમને નીચે ઉતારી મુકવામાં આવ્યા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે.
એપી પાઠકે એરલાઇનના આ વર્તનને વંશીય ભેદભાવ ગણાવ્યો હતો. બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ કહ્યું કે, અમે આવા આરોપની ગંભીરતાથી તપાસ કરીશું અને કોઈપણ પ્રકારના પક્ષપાતને સાંખી નહીં લેવામાં આવે. અમે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -