CWG 2018: શ્રેયસીએ ભારતને અપાવ્યો વધુ એક ગૉલ્ડ, ઓમપ્રકાશના ભાગે આવ્યો બ્રૉન્ઝ
21માં કોમનવેલ્થમાં ભારતને શૂટિંગમાં અત્યાર સુધી 9 મેડલ મળી ચૂક્યા છે. તેમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જીતૂ રાય, હિના સિદ્ધુ અને મનુ ભાકરે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મેહુલી ઘોષ અને હિના સિદ્ધુએ એક-એક સિલ્વર મેડલ પણ જીત્યો છે. તે સાથે જ ઓમ મિથરવાલે બે અને અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે 1-1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમ મિથારવલે સ્ટેજ-1માં 45.2 અને 93.7નો સ્કોર કર્યો હતો. સ્ટેજ-2 એલિમિનેશન મળીને તેમણે 201.1નો સ્કોર કર્યો હતો. તેઓ 20 શોટ સુધી બીજા સ્થાન પર રહ્યા હતા. અહીં સુધી તેમનો સ્કોર 186.3 જ્યારે અહમદનો સ્કોર 186.6નો હતો. પરંતુ 21માં શોટમાં અહમદે 9.1નો સ્કોર કર્યો હતો. જ્યારે ઓમે 7.2નો જ સ્કોર કરી શક્યા હતા. અંતે તેમણે બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
ઉપરાંત ભારતની એમસી મેરીકોમ બુધવારે બોક્સિંગના 48 કિલો કેટેગરીમાં શ્રીલંકાની અનુષાને હરાવીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. મેરીકોમે અનુષાને 5-0થી હરાવી છે. હવે મેરીકોમ ફાઈનલમાં નોર્ધન આયરલેન્ડનની ક્રિસ્ટીન ઓહરા સાથે રમશે. નોંધનીય છે કે, મેરીકોમ પહેલી વખત કોમનવેલ્થ ગેમમાં રમી રહી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં આજે શ્રેયસી સિંહે ભારતને 12મો ગોલ્ડ અપાવ્યો છે. શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ફાઈનલમાં પહોંચીને ગોલ્ડ મેડલ જીત્યો છે. શૂટર ઓમ મિથારવલે બુધવારે 50મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો છે.
ભારતને 50 મીટર એર પિસ્ટલમાં જીતૂ રાય પાસે ગોલ્ડની આશા હતી, પરંતુ તેઓ આઠમા ક્રમે છે. મિથારવલે આ પહેલાં 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ પર નિશાન લગાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ડેનિયલ રેપેકોલીએ ગોલ્ડ અને બાંગ્લાદેશના એસ અહમદે સિલ્વર જીત્યો છે. બીજી બાજુ બોક્સિંગમાં મેરીકોમ ફાઈનલમાં પહોંચી છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ગૉલ્ડ કૉસ્ટમાં રમાઇ રહેલી 21મી કૉમનવેલ્થ ગેમ્સનો આજે સાતમો દિવસ છે. છઠ્ઠો દિવસ ભારત માટે ખાસ રહ્યો. ભારત 12 ગૉલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રૉન્ઝ જીતીને પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર રહ્યું હતું. રેન્કિંગમાં 50 ગૉલ્ડ મેડલ જીતીને ઓસ્ટ્રેલિયા પહેલા, ઇંગ્લેન્ડ 24 ગૉલ્ડ મેડલ જીતીને બીજા નંબર પર યથાવત છે. બૉક્સિંગ માટે પણ આજનો દિવસ ભારત માટે ખાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -