મુશ્કેલીમાં ઈંડિગો: એન્જીનના કારણે 84 ફ્લાઈટ્સ રદ, 15 વિમાન જમીન પર
જણાવી દઇએ કે, 10માં થી દર ચોથો ભારતીય ઈન્ડિગો મારફતે પ્રવાસ કરે છે. ઈન્ડિગોના ઈન્ટરગ્લોબ એવિએશન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પ્રતિદિન હજારો ફ્લાઈટ્સ ઑપરેટ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોને તેના 13 વિમાનોને જમીન પર રાખવું પડી રહ્યું છે ત્યારે 84 ફ્લાઈટ્સને રદ કરવું પડ્યું છે. તેનું કારણ ઈંડિગોના એરબસ એ320 નિયો એરક્રાફ્ટના એન્જીનમાં ખામી બતાવવામાં આવી રહ્યું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી આ બનાવ પર ચિંતા વ્યક્ત કરી છે.
ઈંડિગો અને તેની હરિફ ગો એરને આ દિવસોમાં એરબસ તરફથી વિમાન મળવું ખૂબજ મોડું થઈ રહ્યું છે. આ વિમાનો માટે એન્જીન યૂનાઇટેડ ટેક્નોલોજીસના માલિકી હેઠળ પ્રૈટ્ટ એન્ડ વ્હિટની તૈયાર કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -