'ઈન્દીરા ગાંધી કા ખૂન, પ્રિયંકા કમિંગ સૂન', યૂપીમાં કૉંગ્રેસના કાર્યકરોએ પોસ્ટર કર્યા જાહેર
ભાજપે રાયબરેલીને લઈ તૈયારીઓ શરૂ કરી છે. આ ક્રમમાં ત્યાંના વિધાનસભા સભ્ય દિનેશ પ્રતાપ સિંહ તથા તેમના ભાઈ જિલ્લા પંચાયત અધ્યક્ષ અધવેશ સિંહને બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં ભાજપામાં સામેલ કરવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુત્રોની માહિતી અનુસાર આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીની બેઠક રાયબરેલી પરથી તેમની દીકરી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છે. આ વખતે ભાજપના નિશાના પર કોંગ્રેસનો ગઢ અમેઠી અને રાયબરેલી છે. અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાંસદ છે તો, તેની બાજુમાં આવેલા જીલ્લા રાયબરેલીથી સોનિયા ગાંધી સાંસદ છે.
નવી દિલ્હી: પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની ઘણા વર્ષોથી માંગ ઉઠી રહી છે ત્યારે અલાહાબાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ સોશિયલ સાઈટ્સ પર ઈન્દિરા કા ખૂન પ્રિયંકા ઈસ કમિંગ સૂનના પોસ્ટર વાયરલ કર્યા છે. આ પોસ્ટર મુકનારા જીલ્લા કોંગ્રેસ મહાસચિવ હસીબ અહમદ આ પહેલા પણ ઘણી વાર પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની માંગ ઉઠાવી રહયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -