બેનામી સંપત્તિની જાણકારી આપનારને 5 કરોડનું મળશે ઈનામ, આઈટીએ જાહેર કરી સ્ક્રીમ
નવી દિલ્હી: બેનામી સંપત્તિ અને ટેક્સ ચોરીને રોકવા આવકવેરા વિભાગે મોટું પગલું ઉઠાવ્યું છે. આવકવેરા વિભાગે બેનામી સંપત્તિની જાણકારી સ્કીમ 2018નું જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત બેનામી સંપત્તિની જાણકારી આપનારને એક કરોડ રૂપિયા સુધી ઇનામ આપવામાં આવશે. આઇટીએ કાળા ધનની માહિતી આપનારને મળતા ઇનામ સ્કીમમાં પણ બદલાવ કર્યો છે. હવે કાળા નાણાની જાણકારી આપનારને પાંચ કરોડ રૂપિયા સુધી ઇનામ આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇટીએ કાળા નાણા અને ટેક્સ ચોરીને રોકવા માટે લોકોની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી આ યોજના લોન્ચ કરી છે. કેન્દ્રની મોદી સરકાર કાળા નાણાને રોકવા માટે કાયદાને કડક બનાવવા માટે અગાઉ પણ બેનામી પ્રોપર્ટી ટ્રાંઝેક્શન એક્ટમાં સુધારો કરી ચુકી છે.
ઇન્કમ ટેક્સ વિભાગ પ્રમાણે, બેનામી જાણાકારી સ્કીમ 2018 પ્રમાણે બેનામી સંપત્તિ રાખનારાની માહિતી બેનામી પ્રોબિશન યૂનિટ્સ કમિશ્નરને આપવામાં આવે છે. જાણકારી આપનારને એક કરોડ રૂપિયા સુધી ઇનામ આપવામાં આવશે. આ યોજના હેઠળ વિદેશી નાગરિક પણ ઇનામ મેળવી શકે છે. આઇટી વિભાગે કહ્યું કે જાણકારી આપનારના નામ અને તેની સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -