કોલકાતામાં ભોજનનો વેડફાટ રોકવાની પહેલ, ગરીબો માટે ‘ફૂડ એટીએમ’ શરૂ
અહમદે કહ્યું કે, ફૂડ એટીએમ ભારતમાં અન્ય સ્થળો પર ચાલે છે તે પ્રકારની જ પહેલથી પ્રેરિત છે. તેમણે જણાવ્યું કે, તેમની યોજના આ સેવાને શહેરમાં આવેલ તેના ત્રણ અન્ય આઉટલેટ સુધી વિસ્તારવાની છે. તેમાં શરૂઆતમાં રોકામ 50,000 રૂપિયાનું કરવામાં આવ્યું છે, જેમાં રેફ્રિજરેટરની કિંમત પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રેફ્રિજરેટરની ઉપર એક પ્લે કાર્ડ લાગેલ છે જેના પર લખેલ છે કે, જેટલું ભોજન એક વર્ષમાં ભારતમાં વેડફાઈ જાય છે તેટલા ભોજનમાં મિસ્રની જનસંખ્યાને એક વર્ષ સુધી ખવડાવી શકાય છે.
અહેમદને કહ્યું કે, આ એક પારદર્શી દરવાજાવાળું રેફ્રિજરેટર છે, જેનો ઉપયોગ ભોજનના સ્ટોર કરવામાં આવે છે. અમે અમારા ગ્રાહકોને એ શીખવાડી રહ્યા છીએ કે વધેલ ભોજનને પેક કરીને દાન કરો. અમારા રેસ્ટોરાં ઉપરાંત શહેરના લોકો પણ ભોજન દાન કરવા માટે આવે છે. તેમાં બિરયાની અને રોટલી મુખ્ય છે. તેની સાથે જ તેઓ તેમાં તાજું ખાવાનું પણ રાખે છે.
કોલકાતાઃ ગરીબો અને જરૂરિયાત લોકો માટે શહેરમાં એક ફૂડ એટીએમની શરૂઆત કરવામાં આવી છે જે વધેલા ભોજનથી ભહેલ 320 લિટર ક્ષમતાનું એક રેફ્રિજરેટર છે. તેના માટે પહેલ અહીંના એક રેસ્ટોરાં માલિકે કરી છે. સાંઝા ચૂલ્હા રેસ્ટોરાં ગ્રુપના કો-ઓનર આસિફ અહમદે ફૂડ એટીએમને ત્રણ સંસ્થાની મદદથી શરૂ કર્યું છે. જેમાં રોટરી, રાઉન્ડ ટેબલ અને જેઆઈટીઓ સામેલ છે. તેને પાર્ક સર્કસ રેસ્ટોરાંની બહાર લગાવવામાં આવ્યું છે, જેથી ભોજનનો વેડફાટ ન થાય અને જરૂરિયાતને ભોજન મળી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -