યોગીએ પકડી આ રાષ્ટ્રીય નેતાના ઘરમાં થતી વીજચોરી, જાણો કોણ છે નેતા ને કેટલા લાખનું બિલ નથી ભર્યું?
વીજ ખાતાના અધિકારીઓને તો આઘાત એ વાતનો લાગ્યો કે જેની મંજૂરી લીધી છે તે વીજ કનેક્શનમાંથી કરાતા વપરાશ માટે પણ કોઈ રકમ નથી ચૂકવાતી. મુલાયમના આ ઘરનું વીજળીનું ચાર લાખ રૂપિયાનું બિલ બાકી નીકળ્યું છે. આ બિલ ચૂકવવા વારં વાર નોટિસ અપાઈ છતાં તેમણે રકમ ચૂકવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ મુલાયમસિંહ યાદવ અને તેમનો પરિવાર ધૂમ વીજચોરી કરતો હતો અને તેના બદલે કોઈ રકમ ચૂકવતો નહોતો. ઉત્તર પ્રદેશમાં આ પહેલાં મુલાયમના પુત્ર અખિલેશની સરકાર હતી તેથી તેમની આ વીજચોરી સામે કોઈ બોલનાર જ નહોતું. તેનો લાભ લઈને મુલાયમે બેફામ વીજચોરી કરી હોવાનું મનાય છે.
મુલાયમસિંહ યાદવના ઈટાવા ખાતેના ઘર પર ગુરુવારે વીજળી ખાતાના અધિકારીઓએ એકાએક દરોડો પાડ્યો હતો. વીજળી વિભાગના કર્મચારીઓ અનિયમિતતીન તપાસ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે પાંચ કિલો વોટ કનેકશનની મંજૂરી છતાં તેઓ ૪૦ કિલોવોટનો વપરાશ કરતા હતા.
લખનૌઃ ભારતમાં રાજકારણીઓ સરકારી સંપત્તિને પોતાના બાપનો માલ સમજે છે અને સરકારી સંપત્તિ કે સેવાના ઉપયોગ બદલ કોઈ રકમ ચૂકવવાની હોય જ નહીં એવું માને છે. આ માનસિકતાનો તાજો નમૂનો ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના ઘરેથી પકડાયેલી વીજચોરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -