PM મોદીના યોગ કાર્યક્રમમાં બાળકો પડ્યા બીમાર, વરસાદથી બચવા લોકો મેટ લઈ ભાગ્યાં
લખનઉમાં રહેતા વિનીત સાથે પણ કંઈક આવું જ થયું. તેઓના જણાવ્યા મુજબ, “ હું મારી છ વર્ષની પુત્રીને લઈને આવ્યો હતો. અમે ઈચ્છતા હતા કે મારી પુત્રી પીએમની હાજરીમાં યોગ કરે કે જેથી આ અવસર તેના માટે સંભારણું બની જાય. પરંતુ અમે 2 કલાક સુધી પલળતા રહ્યાં, જે બાદ દિકરીની તબિયત ખરાબ થવા લાગી. અને આજ કારણસર મારી પત્નીએ તેના માથા પર યોગ મેટ મુકી કે જેથી તે વરસાદથી બચી શકે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હીથી આવેલો એક શખ્સ માથા પર યોગ મેટ રાખી હતી. સાથે જ પાસે યોગ મેટનું બંડલ પણ દબાવ્યું હતું. જયારે પોલીસે તેને રોક્યો તો બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ પોલીસ કર્મચારીઓ તેની પાસેથી યોગ મેટ ખેંચી તો બંડલ છૂટી ગયું હતું. દિલ્હીથી આવેલા શખ્સના જણાવ્યા મુજબ, “ તે યોગ મેટ ઘરે લઈ જવા નહોતો આવ્યો પરંતુ ઠંડીથી બચવા તેને મેટનો સહારો લીધો હતો. પરંતુ પોલીસનું વર્તન એવું હતું કે જાણે હું મેટ ચોર હોઉં.”
પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોગ કરવા રાત્રે 1 વાગ્યાથી રમાબાઈ આંબેડકર ગ્રાઉન્ડના દરવાજે લોકો બેસી ગયા હતા. જો, કે સવારે 6 વાગ્યે સતત વરસાદમાં ભીંજવવાને કારણે લોકો થાક્યા હતા. ભારે વરસાદને કારણે પીએમ મોદી યોગ કરવા નહીં આવે અને કાર્યક્રમ રદ થશે તેવી માહિતી પણ ફેલાઈ હતી. કેટલાંક લોકોએ વરસાદથી બચવા માટે, તો કેટલાંકે ઘરે જવા માટે યોગ મેટ માથા પર રાખી મેદાન છોડી ભાગવા લાગ્યાં.
વરસાદની વચ્ચે યોગ કરવાને કારણે અનેક બાળકો બીમાર પડ્યા. એક આંકડા મુજબ 21 જેટલાં બાળકો બીમાર પડ્યાં હતા. પીએમ મોદીનો યોગ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બીમાર બાળકોને સારવાર માટે લોકબંધુ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. ડોકટરોના જણાવ્યા મુજબ વરસાદમાં પલળવાને કારણે કેટલાંક બાળકોને શરદી અને ઠંડી લાગી ગઈ હતી.
લખનઉઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી. બુધવારે સવારે થયેવ વરસાદ છતાં યોગને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. યૂપીની રાજધાની લખનઉમાં આયોજિત યોગ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે હજારો લોકોએ વરસાદની વચ્ચે યોગ કર્યો. પરંતુ આ સમારોહમાં સામેલ સ્કૂલના બાળકો વરસાદમાં ભીંજાવવાને કારણે બીમાર પડી ગયા હતા. કાર્યક્રમમાં કેટલાક લોકોએ તો વરસાદ બચવા મેટ લઈને ચાલતી પકડી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -