કાર્તિ ચિદમ્બરમને EDએ આપ્યો ઝટકો, ભારત સહિત 3 દેશમાં 54 કરોડની પ્રોપર્ટી કરી જપ્ત
ઈડીએ વિદેશમાં જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં યુકેના સમરસેટમાં આવેલું 8 કરોડનું ફાર્મ હાઉસ તથા સ્પેનના બાર્સિલોનમાં આવેલી જમીનનો સમાવેશ થાય છે. આ પ્રોપર્ટીની કિંમત આશરે 14 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ડીસીબી બેંકમાં 90 લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ, કાર્તિના નામથી ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં પડેલી 9.23 કરોડની મૂડી પણ જપ્ત કરી છે. ઈડીના કહેવા મુજબ આ તમામ પ્રોપર્ટીની કિંમત 54 કરોડ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈડીએ જણાવ્યું કે, કાર્તિ ચિદમ્બરમની કંપનીની અનેક સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. કંપનીની કોડાઈકનાલ સ્થિત 25 લાખ રૂપિયાની ખેતી જમીન, ઉટી સ્થિત 3.75 કરોડનો બંગલો, ઉટીના કોથાગિરી માં આવેલો 50 લાખનો બંગલો અને નવી દિલ્હીના જોરબાગ સ્થિત 16 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જોરબાગના બંગલામાં હાલ તેના પિતા પી ચિદમ્બરમ રહે છે પરંતુ કાનુની દસ્તાવેજો પ્રમાણે તેનો માલિકી હક કાર્તિ અને તેની માતા નલિનીના નામ પર છે.
નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની દેશ-વિદેશમાં આવેલી 54 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -