સ્ટાર પ્લસની સફળ સીરિયલના નિર્માતાએ 16માં માળેથી કૂદીને કર્યો આપઘાત, જાણો શું છે કારણ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’નો પ્રોડ્યુસર સંજય બૈરાગીએ મુંબઈના મલાડના સિલીકોન વેલીમાંથી 16માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કેતે આર્થિક તંગીને કારણે પરેશાન હતો જેનો તેણે સુસાઈડ નોટમાં પણ ઉલ્લેખ કર્યો છે. જોકે સંજયે આત્મહત્યા કર્યાંના થોડાંક કલાકો પહેલાં જ ધૂળેટીની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયા પર તસવીરો પણ પોસ્ટ કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસ આ ઘટના બની તે દિવસ સંજય તેના મિત્રો અને પરિવારજનો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી અને સોશિયલ મીડિયા પર તસવીરો પણ પોસ્ટ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ સંજય બૈરાગી સંજય આર્થિક તંગીના સમયગાળામાં ગુજરી રહ્યો હતો છેલ્લા ઘણાં સમયથી તે પરેશાન હતો. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. તેથી પોલીસ માની રહે છે કે આ અકસ્માત કે મર્ડર નથી પરંતુ બૈરાગીએ જાતે જ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. સુસાઈડ નોટમાં લખ્યું હતું, ‘મારો જ વાંક છે અને મારા પરિવારે સહન કરવું પડે છે, આર્થિક મુશ્કેલી પણ છે, આના માટે કોઈ જવાબદાર નથી.’
પોલીસના જણાવ્યા અનુસાર, બીજી માર્ચે સંજય બૈરાગીએ મલાડના જનકલ્યાણ નગરના સિલીકોન વેલીના 16માં માળેથી સાંજે કૂદકો માર્યો હતો. શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું હતું કે, કાર્ડિયાક એરેસ્ટને કારણે બેલેન્સ ના રહેતા સંજય બાલ્કનીમાંથી નીચે પડી ગયો હતો. જોકે પોલીસ તપાસમાં તેણે આત્મહત્યા કર્યું હોવાનું સામે આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -