ટ્રિપલ તલાક સામે જંગ લડનાર ઈશરત જહાંએ હવે સાંભળવા પડે છે સમાજનાં મહેણાં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસીક ચુકાદામાં એક સાથે ટ્રિપલ તલાકને ખતમ કરી દીધો છે. પરંતુ શું કોર્ટના નિર્ણય પર યોગ્ય રીતે અમલ થશે કે કેમ તે એક સવાલ છે. આ મુદ્દે કોર્ટમાં જંગ લડનારી ઇશરત જહાં પણ આ નિર્ણયથી ખુશ છે, પરંતુ લોકો તેને ખુશ જોઈને રાજી નથી થઈ રહ્યા છે. સુપ્રિમ કોર્ટના ફેંસલા તેની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી ગઈ છે. સામાજીક ન્યાય માટે લડવાવાળી અને ગરીબી બાદ પણ હાર નહી માનનાર એક મિશાલ રજુ કરનાર ઇશરતને હવે તેમના સગાઓ અને પાડોશીઓની ટીકા અને ગંદી ભાષાનો શિકાર થવુ પડયુ છે. તે કહે છે કે આસપાસના લોકો મને ગંદી ઔરત અને ઇસ્લામ વિરોધી કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાવડામાં રહેનારી ઇશરત જહાંના પતિએ ર૦૧૪માં દુબઇથી ફોન કરીને તેને ત્રણ તલાક આપી દીધા હતા. ઇશરત એવા પાંચ અરજદારોમાં સામેલ છે જેના કારણે સુપ્રિમ કોર્ટે ત્રણ તલાકને ગેરબંધારણીય જાહેર કરેલ છે. ઇશરતે કહ્યુ છે કે, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મારા સાસરા પક્ષવાળાઓ અને પાડોશીઓ ચરિત્રને લઇને ટિપ્પણી કરી રહ્યા છે અને મને ગંદી ઔરત જેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે. અનેક પાડોશીઓએ મારી સાથે વાત કરવાનુ છોડી દીધુ છે. તેને પાડોશીઓની સાથે સાસુ-સસરાના કડવા બોલ પણ સાંભળવા પડી રહ્યા છે.
ટાઇમ્સના અહેવાલ મુજબ જયારથી ઇશરતની તરફેણમાં ચુકાદો આવ્યો છે ત્યારથી તેને ઘરમાં રહેવાનુ મુશ્કેલ બની ગયુ છે. સમાજના લોકો તેને સંભળાવી રહ્યા છે તેને ગંદી ઔરત, મર્દોની દુશ્મન અને ઇસ્લામ વિરોધી કહી રહ્યા છે. પાડોશીઓએ તેની સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -