ભારતના પહેલા અંતરિક્ષ મિશન 'ગગનયાન'માં સામેલ થશે 3 ભારતીય, માત્ર 16 મિનીટમાં પહોંચાડી દેશે અંતરિક્ષમાં
વળી, કલ્પના ચાવલા અમેરિકન સ્પેશ મિશન અંતર્ગત અંતરિક્ષમાં જવાવાળી પહેલી મહિલા હતી. વર્ષ 2003માં અમેરિકન સ્પેસ શટલ જ્યારે પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું તે દરમિયાન દૂર્ઘટના ઘટી અને નાશ પામ્યુ હતું. આ દૂર્ઘટનામાં ચાવલાને પોતાની જીવ ગુમાવવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમના જણાવ્યા મુજબ ભારત માત્ર 16 મિનિટમાં 3 ભારતીયોને શ્રીહરિકોટા ખાતેથી અંતરિક્ષમાં પહોંચાડી દેશે. એટલે કે આપણા ઘરેથી નજીકના 4 રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે. આ સમગ્ર મિશનમાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્રણ ભારતીય 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે.
આ મિશન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ 2022માં લોન્ચ થશે. તેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મંગળવારે ઇસરોના વડા કે. સિવને સમગ્ર યોજના મીડિયાને જણાવી હતી.
નોંધનીય છે કે, આ પહેલા પણ ભારતના રાકેશ શર્મા અને કલ્પના ચાવલા જેવા અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર પોતાનો પગ મુકી ચૂક્યા છે, પણ તે મિશન ભારતનું પોતાનું મિશન ન હતું. 1984માં એક રશિયન અભિયાન અંતર્ગત શર્મા ચંદ્ર પર ગયા હતા જેના કારણે તેમને માત્ર ભારતના જ નહીં પણ રશિયાના પણ હીરો ગણવામાં આવે છે.
સિવનના જણાવ્યા અનુસાર, એક ક્રૂ મોડ્યુલ 3 ભારતીયોને લઈ જશે. તેને સર્વિસ મોડ્યુઅલ સાથે જોડવામાં આવશે. બંનેને રોકેટની મદદ વડે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. પછી માત્ર 16 મિનિટમાં બર્થ અૉર્બિટમાં પહોંચી જશે. મોડ્યુલમાં હાજર ક્રૂ ઓછામાં ઓછા 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. તે સમયે તેમના ઉપર માઈક્રો ગ્રેવિટી અને અન્ય પ્રયોગ કરાશે.
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા (ઇસરો)ના અધ્યક્ષ કે.સિવને મંગળવારે કહ્યું કે, અંતરિક્ષમાં માણસોને મોકલવા માટે પ્રસ્તાવિત ગગનયાન મિશનમાં ત્રણ ક્રૂ મેમ્બર્સ હશે, જે પાંચ-સાત દિવસો સુધી અંતરિક્ષમાં રહેશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી કે ભારત 2022 સુધી અંતરિક્ષમાં એક ભારતીય અંતરિક્ષયાત્રીને મોકલશે. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત અંતરિક્ષમાં માણસ મોકલવા વાળો ચોથો દેશ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -