અંતરિક્ષમાં ભારતની 'સેન્ચૂરી', PSLVથી એકસાથે લૉન્ચ કર્યા 31 સેટેલાઇટ
ચેન્નાઇઃ આજે ભારતે અંતરિક્ષમાં પોતાનું શતક પુરુ કર્યું છે, શુક્રવારે સવારે 9.28 મિનીટે ઇન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ 31 સેટેલાઇને લૉન્ચ કરી દીધા છે. ઇસરોએ આ સાથે પોતાનો 100મો ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ઈસરો અને એંટ્રિક્સ કૉર્પોરેશન લિમિટેડની વચ્ચે થયેલી વ્યાપારીક સમજૂતી હેઠળ આ 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોને છોડવામાં આવ્યા છે. આ 100મો ઉપગ્રહ કાર્ટોસેટ-2 શ્રેણીનો ત્રીજો ઉપગ્રહો છે.
શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પહેલા લોન્ચ પેડ પરથી આ 44.4 મીટર લાંબા રોકેટને છોડવામાં આવ્યું, જેમાં સહ-યાત્રી ઉપગ્રહોમાં ભારતનો એક માઈક્રો અને એક નેનો ઉપગ્રહ સામેલ હતો. જ્યારે બીજા છ અન્ય દેશના ઉપગ્રહ હતા, જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, કોરિયા, બ્રિટેન અને એમેરિકાના ત્રણ માઈક્રો અને 25 નેનો ઉપગ્રહનો સમાવેશ થતો હતો.
વર્ષ 2018માં પીએસએલવીનું આ પહેલું મીશન છે. જેના અંતર્ગત અંતરિક્ષ અભિયાન હેઠળ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 દ્વારા 31 ઉપગ્રહ લોન્ચ કરશે. કાર્ટોસેટ-2 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ-ગુણવત્તાવાળા ચિત્ર પ્રદાન કરવા સક્ષમ છે. જેનો ઉપયોગ શહેરી અને ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રોડ નેટવર્ક પર નજર રાખવા વગેરે માટે કરવામાં આવશે.
ઇસરોએ પોતાના 42માં મિશન માટે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી40 મોકલ્યું, જે કાર્ટોસેટ-2ની સીરીઝનો ઉપગ્રહ છે તેની સાથે 30 અન્ય ઉપગ્રહે પણ ઉડાન ભરી અંતરિક્ષમાં પહોંચ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -