એક પાકિસ્તાની સૈનિકનું માથું વાઢી લાવો ને 5 કરોડ ઈનામ લઈ જાઓ, ક્યા દેશભક્ત મુસ્લિમ સંગઠને કરી આ જાહેરાત?
મુસ્લિમ યુવા આતંકવાદ વિરોધી સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ શકીલ સૈફીએ વીડિયોમાં આ રૂપિયા સંગઠન અને કાર્યકર્તાઓ દ્વારા ભેગા કરવાની વાત કહી છે. સૈફી પોતાના સંગઠનના સભ્યોની સાથે અજમેરના વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં જિયારત કરવા આવ્યા હતા. આ દરમિયાન આ વીડિયો બનાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાને આવી હરકતથી બચવું જોઈએ. કારણ કે જેટલા મુસલમાન પાકિસ્તાનમાં રહે છે એટલા જ મુસલમાન અહીં પણ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈફીએ પોતાના વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાને સંતાડેલા 20 આતંકવાદીઓને હિન્દુસ્તાનને સોંપી દે. તેની સાથે જ તેમણે જય હિંદ, જય ભારત કહેતા પોતાની વાત સમાપ્ત કરી.
તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું કે, પાકિસ્તાનની નવાજ શરીફ સરકાર ભારતીય સૈનિકોની પીઠ પાછળ હુમલો કરવાનું છોડી દે. તેમણે શહીદોને શ્રદ્ધાંજલિ આપતા ભારત સરકારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને અપીલ કરી છે કે તે સૈનિકોને બુલેટનો જવાબ બુલેટથી આપવાની મંજૂરી આપે.
જયપુરઃ અજમેરમાં એક મુસ્લિમ સંગઠને પાકિસ્તાની સૈનિકોના માથા વાઢી લાવનાર ભારતીય સૈનિકોને પાંચ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, જો ભારતની સરકાર મંજૂરી આપે તો માત્ર એક રાજ્યના મુસલમાન જ પાકિસ્તાનને જવાબ આપી શકે છે. સંગઠનના અધ્યક્ષની આ જાહેરાત કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -