હિમાચલ પ્રદેશના 13મા CM તરીકે જયરામ ઠાકુરની પસંદગી
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે જયરામ ઠાકુરના નામ પર મહોર મારવામાં આવી છે. બેઠકમાં વિધાયક દળના નેતા તરીકે જયરામ ઠાકુરના નામનો પ્રસત્વા પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર ધૂમલે રાખ્યો હતો. જેને તમામ ધારસભ્યોએ સમર્થન કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીના ઓબ્ઝર્વર નરેન્દ્રસિંહ તોમરે મીડિયાને સંબોધન કરીને આ અંગે જાણકારી આપી કહ્યું કે, હવે હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરવામાં આવશે. રાજ્યપાલના નિર્દેશ મુજબ નક્કી કરેલા કાર્યક્રમમાં જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી બની શકે તેવા અહેવાલ હતા. બીજેપી પ્રેમકુમાર ધૂમલને એપ્રિલમાં રાજ્યસભામાં મોકલશે. પ્રેમકુમાર ધૂમલ કે અનુરાગ ઠાકુરને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની સાથે પાંચ વખતથી ચૂંટાતા ધારાસભ્ય જયરામ ઠાકુરને પણ આ પદ માટે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. પાર્ટી નેતાએ કહ્યું કે, ઓબ્ઝર્વરનો રિપોર્ટ જોયા બાદ જ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે રવિવારે બપોરે 1 વાગે ધારાસભ્યોની બેઠક મળી હતી. આશરે દોઢ કલાક ચાલેલી બેઠક બાદ જયરામ ઠાકુરના નામ પર સર્વાનુમતે મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં બંને ઓબ્ઝર્વર રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા. હિમાચલ પ્રદેશના તમામ બીજેપી લોકસભા અને રાજ્યસભા સાંસદ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશ બીજેપીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 52 વર્ષના ઠાકુર હિમાચલમાં મંડી વિધાનસભાથી ચૂંટણી જીતતા આવ્યા છે. સંગઠનથી લઈ આમ જનતામાં તેમની મજબૂત પકડ છે. જયરામે ચૂંટણી જીત્યા બાદ તરત જ કહ્યું હતું કે, સીએમ પદને લઈ પાર્ટી જો તેમને જવાબદારી આપશે તો આ માટે પણ તે તૈયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -