જાણો- હિમાચલ પ્રદેશના નેક્સ્ટ CM જયરામ ઠાકુરની રાજકીય સફર વિશે
જયરામ ઠાકુરની સાફ અને ચોખ્ખી ઇમેજ અને બિન વિવાદિત હોવું એ તેમની સૌથી મોટી ખાસિયત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયરામ ઠાકુરના સિલેક્શનની સાથે જ હિમાચલ પ્રદેશમાં સત્તાનું પરિવર્તન એક પેઢીથી બીજી પેઢીના હાથોમાં ચાલ્યું ગયું છે, આ પહેલા હિમાચલમાં સત્તાની કમાન પ્રેમ કુમાર ધૂમલ અને વિરભદ્ર સિંહની જુની પેઢીની પાસે હતું જેમની ઉંમર 70થી ઉપરની છે, વિરભદ્રસિંહ તો 80ને પાર કરી ચૂક્યા છે.
ક્ષત્રિય પરિવારમાં જન્મેલા જયરામ ઠાકુરે પોતાનો અભ્યાસ સરકારી સીનિયર એકેડેમી સ્કૂલમાંથી કર્યો. ગ્રેજ્યૂએશન દરમિયાન તેમને એબીવીપી જૉઇન કર્યું અને ત્યાંથી રાજકારણમાં પગ મુક્યો હતો.
શિમલાઃ હિમાચલ પ્રદેશના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ગઇ છે. ધારાસભ્ય દળની બેઠકમાં સીનિયર નેતા જયરામ ઠાકુરના નામ પર મહોર લાગી ગઇ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સીનિયર નેતા, પૂર્વ સીએમ અને ભાજપ તરફથી સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધૂમલની હાર બાદ જયરામ ઠાકુર સીએમની રેસમાં સૌથી આગળ હતા.
2009-2013ની વચ્ચે તે હિમાચલ પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યાં, 52 વર્ષના જયરામ ઠાકુર પોતાની સાફ અને સ્પષ્ટ ઇમેજ સાથે પ્રેમકુમાર ધૂમલની સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે, તેઓ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી રહી ચૂક્યા છે.
જયરામ ઠાકુર પાંચવાર ધારાસભ્યા રહ્યાં છે, આ વખતે મંડી જિલ્લાની સેરાજ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાઇ આવ્યા, જયરામ ઠાકુર પહેલીવાર 1998માં ધારાસભ્ય બન્યા અને ત્યારથી પ્રદેશની રાજનીતિમાં તેમનું એક મોટું કદ રહ્યું છે.
હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુરનું નામ એક સીનિયર નેતા તરીકે ગણાય છે. આરએસએસ સાથેનું જોડાણ અને એબીવીપી દ્વારા રાજકારણમાં પગ મુકનારા જયરામ ઠાકુર પ્રદેશના એક ઇમાનદાર અને બિનવિવાદિત છાપ ધરાવતા નેતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -