જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી નજીક ગુજરાતની બસને નડ્યો અકસ્માત, બે NRGનાં મોત, જાણો વિગત
વૈષ્ણોદેવીઃ જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બસમાં તમામ મુસાફરો ગુજરાતના હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં બે NRGના મોત થયા છે, જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી પર ગયેલી ગુજરાતની બસને પઠાણકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે ગુજરાતી શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે. બંને મૃતકો સુરતના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 24 જેટલા લોકોની નાની મોટી ગંભીર ઈજા પહોંચી છે.
જમ્મુ પઠાણકોટ હાઈવે પર અકસ્માતમાં ઈજાગ્રસ્તો પૈકી કેટલાક લોકોના નામ જાણવા મળ્યા છે. જેમાં મિતેશભાઈ, ભક્તિબેન, પિયૂષભાઈ, જયેશભાઈ, બસંતીબેન, બિન્ની, બલવંતભાઈ, પ્રતિભા, વિકાસ, ચંપાબેન, ધનસુખભાઈ, રવિ, મિનેશ, ધર્મી પટેલ, હેમાંગી પટેલ, કૈલાશનો સમાવેશ થાય છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં કઠુઆની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતથી 25 વ્યક્તિઓનું ગ્રુપ વૈષ્ણોદેવી અને અમૃતસર જવા નીકળ્યું હતું. વૈષ્ણોદેવીથી દર્શન બાદ બસ અમૃતસર જવા નીકળી હતી, તે સમયે ડીવાઈડર સાથે બસ અથડાતા અકસ્માત સર્જાયો જેમાં 2 મહિલાઓના મોત નીપજ્યા છે. મૃતક બંને મહિલા એનઆરઆઈ હોવાનું સામે આવ્યું છે. એક મૃતક મહિલાનું નામ રમીલાબેન નરેશભાઈ પટેલ જે હાલ અમેરિકા ન્યુજર્સીના રહેવાસી છે. જ્યારે બીજા મૃતક મહિલાનું નામ મીનાબેન પિયુષભાઈ પટેલ, જે હાલ સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગના રહેવાસી છે.
અકસ્માતની આ ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતની બસને જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત નડ્યો જેમાં બે લોકોના મોત થયા તેનું દુખ છે. ગુજરાત સરકારે જમ્મુ-કાશ્મીર તંત્ર સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી છે. ગુજરાત સરકારે મૃતદેહોને ગુજરાત લાવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. મૃતદેહને ગુજરાત લાવવા સહિતનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. તથા ઈજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે સરકાર તમામ રીતે મદદ કરશે.
બસનો અકસ્માત એટલો ગંભીર હતો કે, બે લોકોના ઘટના સ્થલ પર જ મોત નિપજ્યા છે. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ તંત્ર મદદ માટે ઘટના સ્થળ પર પહોંચી જઈ ઈજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -