J&K: CRPFના વાહનની ટક્કરથી પ્રદર્શનકારીનું મોત, બે FIR દાખલ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સુરક્ષા દળોના એક વાહન પર પ્રદર્શનકર્તાને ટક્કર મારવાનો આરોપમાં બે એફઆઇઆર નોંધવામાં આવી છે. ઘર્ષણ દરમિયાન સીઆરપીએફના એક વાહન સાથેની ટક્કરમાં ઘાયલ થયેલા એક શખ્સનું શનિવારે હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. લોકોએ સીઆરપીએફ પર પથ્થરમારો કર્યો. શ્રીનગર અને બડગામમાં તકેદારીના ભાગરૂપે ઈન્ટેરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવકને ટક્કર મારવાના આરોપમાં જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરની સીઆરપીએપ યૂનિટ પર બે એફઆઇઆર નોંધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. સુરક્ષા દળો પર આરોપ છે કે તેમના વાહને બે અલગ-અલગ સ્થળે પ્રદર્શનકર્તાઓને ટક્કર મારી.
જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. સુરક્ષાના ભાગરૂપે શ્રીનગર અને ઘટનાસ્થળની આસપાસ અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દીધો છે.
જણાવી દઈએ કે, શુક્રવારે નૌહટ્ટાની જામિયા મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ યુવકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો પણ કર્યો. કેટલાક પ્રદર્શનકર્તાઓએ સુરક્ષા દળોની તે ગાડીને પણ નિશાન બનાવી જેની ટક્કરથી બે લોકો ઘાયલ થયા હતા. જેમાં કેસર અહમદ ભટ્ટનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -