J&K: આતંકીઓએ પેટ્રૉલિંગ કરતી સેનાની ગાડી પર ફેંક્યો ગ્રેનેડ બૉમ, 1 જવાન શહીદ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ધમાસાન ચાલુ થઇ ગયું છે. ઘાટીના શોપિયા જિલ્લામાં આતંકીઓએ સેનાની પેટ્રૉલિંગ પાર્ટી પર શુક્રવારે સવારે ગ્રેનેડથી હુમલો કરી દીધો, જેમાં એક જવાન શહીદ થઇ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજીતરફ, કુપવાડામાં પણ આતંકીઓ હુમલાઓ અને સેનાની વચ્ચે અથડામણ ચાલુ થઇ ગઇ છે. જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે.
વળી, કુપવાડા જિલ્લામાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. રિપોર્ટ્સ અનુસાર, અહીં જંગલોમાં ચાલી રહેલી અથડામણમાં એક આતંકવાદીને સેનાના જવાનોએ ઠાર મારી દીધો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુપવાડાના જંગલોમાં ગુરુવારે મોડી રાત્રે ફાયરિંગ શરૂ થઇ ગઇ હતી. આ હુમલો એવા સમયે થયો જ્યારે રાજ્યમાં અમરનાથ યાત્રાને જોતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
શોપિયાના અહગામમાં સેનાની એક પેટ્રૉલિંગ પાર્ટી વૉચ પર નીકળી હતી ત્યારે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કરી દીધો. હુમલામાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. આ વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને જવાબી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સેનાએ સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, કુપવાડામાં છેલ્લા કેટલાય સમયથી આતંકીઓ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી રહ્યાં છે. સેનાએ 10 જૂને તેમને જડબાતોડ જવાબ આપતા બધા કાવતરાને નિષ્ફળ બનાવી દીધી હતા. તે દરમિયાન 6 આતંકીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -