3 પોલીસકર્મીની હત્યા બાદ કાશ્મીરમાં ભય, એક પછી એક 7 પોલીસ અધિકારીઓએ આપી દીધા રાજીનામાં
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ભય વધી રહ્યો, તેમને પહેલા મારવાની ધમકી આપી અને બાદમાં ત્રણ પોલીસકર્મીઓનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધા. આના ડરથી કાશ્મીરમાં એક પછી એક પોલીસકર્મી રાજીનામા આપી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ કૉન્સ્ટેબલ મોહમ્મદ ઇરશાદ બાબા જે શોપિયમાં ડ્યૂટી સંભાળી રહ્યાં હતા તેમને રાજીનામું આપી દીધું હતું. હવે આ સિલસિલો વધુ ઝડપથી ચાલુ થયો અને અત્યાર સુધી રાજ્યમાંથી 7 એસપીઓએ રાજીનામા આપી દીધા છે.
શુક્રવારે સવારે જેવા સમાચાર આવ્યા કે આતંકીઓએ 3 પોલીસકર્મીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. થોડીજ વારમાં એક બીજા પોલીસકર્મીઓ પોતાની નોકરી છોડી દીધી.
આ રાજીનામામાં દક્ષિણ કાશ્મીરના શોપિયા, કુલગામ, કાપરા જિલ્લાના SPO એ રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાં ત્રણ પોલીસકર્મીઓની હત્યાના એક-બે કલાકની અંદર જ આવ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -