બે છોકરીઓ સાથેની અશ્લીલ તસવીરો વાઈરલ થતા જમ્મુ કશ્મીરના IAS અધિકારીને પદ પરથી હટાવાયા
2010 બેચના આઈએએસ ઓફિસર નીરજ કુમાર હાલ જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડેપ્યૂટી કમિશ્નર પદ પર હતા. તેઓ બિહારના કટિહાર જિલ્લાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: જમ્મુ કશ્મીરના આઈએએસ ઓફિસર નીરજ કુમારની બે છોકરીઓ સાથે અશ્લીલ તસવીરો સોશયલ મીડિયા પર વાયરલ થઈ છે. સોશયલ મીડિયા પર તસવીરો વાયરલ થતાં નીરજને રાજ્ય સરકારે તાત્કાલીક ઉધમપુર જિલ્લાના ડેપ્યૂટી કમિશ્નર પદેથી હટાવી દીધા છે. આ સાથે જ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આ તસવીરો વાયરલ થતાં જ રાજ્ય સરકાર સુધી પણ તેમની ફરિયાદ પહોંચી છે. ફરિયાદ સરકાર સુધી પહોંચતા જ તેમને તાત્કાલિક પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. જોકે આ વાંધાજનક તસવીરો ઓરિજિનલ છે કે તેમાં ટેંપરિંગ કરવામાં આવ્યું છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ મામલે નીરજ તરફથી પણ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હાલ ઘટનાની તપાસનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બ્લૂ શર્ટ પહેરેલા આઈએએસ નીરજ કુમાર એક મોટા બેડ પર સુતા જોવા મળી રહ્યા છે. તેમાં એક છોકરી તેના ઉપર અને એક છોકરી તેની સાઈડમાં સુતેલી જોવા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -