90 કરોડનો આલિશાન બંગલો, 11 કરોડની ડિપોઝીટઃ જયાઅમ્મા પાસે કેટલી સંપત્તિ?
વીએન સુધાકરણઃ શશિકલાના પ્રભાવના કારણે જયલલિતાએ વીએન સુધાકરણને પોતાનો દત્તક પુત્ર બનાવ્યો હતો. જે જયા ટીવી સંભાળે છે. 1995માં વીએન સુધાકરણના લગ્નના સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. તેમાં 100 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યો હતો. 1996ની લોકસભા ચૂંટણીમાં આ કાણે જયલિલતાનો પક્ષ રાજ્યની તમામ 39 સીટો હારી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશશિકલાઃ એમજી રામચંદ્રન (એમજીઆર)ના નડીકની આઈએએસ વીએસ ચંદ્રલેખાના પીઆરઓ એમ નટરાજની પત્ની શશિકલા 80ના દાયકમાં જયલલિતાના સંપર્કમાં આવી અને તેની સૌથી નજીકની બની ગઈ. જયા અદાલતી મામલામાં ફસાયા બાદ પન્નીરસેલ્વમ બે વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે શશિકલાની મંજૂરી લેવામાં આવી હતી. જયલલિતાની વારસદાર શશિકલા બની શકે છે.
જયલલિલા પાસે બે Toyota Prado SUVs હતી. જેની કિંમત 40 લાખ રૂપિયા હતા. ઉપરાંત એક ટેમ્પો ટ્રાવેલર, એક મહિન્દ્રા જીપ, એક એમ્બેસેડર, એક મહિન્દ્રો બોલેરો, એક સ્વરાજ માઝદા મેક્સી અને 1990ની કંટેસા હતી. જેની કિંમત 42 લાખ રૂપિયા હતા. આગળ વાંચો કોણ બની શકે છે આ સંપત્તિનો વારસદાર.
જયાના 24 હજાર ચો. ફૂ. ઘરની કિંમત કિંમત 90 કરોડ છે. તેણે આ પ્રોપર્ટી 1967માં 1.32 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેંલગાણાના રંગા રેડ્ડી જિલ્લાના જીડીમેટલા ગામમાં તેની પાસે 14.50 એકર ખેતીની જમીન હતી. આ જમીન 1969માં ખરીદી હતી. આવી જ 3.43 એકર જમીન કાંચીપુરમમાં ચેય્યૂર ગામમાં હતી. જે તેણીએ 1981માં ખરીદી હતી. જયલલિતાના નામે ચેન્નઈ-હૈદરાબાદમાં એક-એક ઈમારત સહિત કુલ 4 બિલ્ડિંગ્સ હતી.
ઉપરાંત જયલલિતાએ 5 કંપનીમાં ભાગીદાર તરીકે કુલ 27.44 કરોડનું રોકાણ કર્યું છે. આ કંપનીઓ શ્રી જયા પબ્લિકેશન્સ, શશિ એન્ટરપ્રાઈઝ, કોડાનાદ એસ્ટેટ, રોયલ લેવરી ફ્લોરિટેક એક્સપોર્ટ્સ અને ગ્રીન ટી એસ્ટેટ છે. સોગંધનામાં તેમણે જણાવ્યું હતું કે આ કંપનીઓના તેમના શેર્સ અને અનેક ડિપોઝિટ્સ પોલીસે જપ્ત કરી લીધી હતી અને કેસ બેંગલુરુની કોર્ટમાં પેન્ડિંગ હતો. જયલલિતાએ એનએસએસ, પોસ્ટલ સેવિંગ્સ, ઈન્શ્યોરન્સ પોલિસીમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું નહોતું.
રાધાકૃષ્ણ નગર એસેમ્બલી સીટ પરથી ચૂંટણી લજવા માટે દાખલ કરેલા સોગંધનામા મુજબ જયલલિતા પાસે 41.63 કરોડની મૂવેબલ અને 72 કરોડની ઈમ્મૂવેલ પ્રોપર્ટી હતી. તેમણે 41 હજાર રૂપિયા કેશ ઓન હેન્ડ, 2.04 કરોડ રૂપિયાની લાયબિલિટી અને પ્રોફેશન એગ્રીકલ્ચર જણાવ્યું હતું. સોગંધનામામાં કહેવામાં આવ્યું હતું કે તેમની પાસે 21,280 ગ્રામની ગ્લોડ જ્વેલરી છે. જોકે તેની વેલ્યુ જણાવી નહોતી. કારણકે આ જ્વેલરી બિનહિસાબી સંપત્તિના કેસમાં કર્ણાટક સરકારની તીજોરીમાં જમા હતી. તે સમયે આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો. જયલલિતાએ ખુલાસો કર્યો હતો કે તેની પાસે 3.12 કરોડ રૂપિયાની 1250 કિલોગ્રામ ચાંદીનો સામાન છે.
તેમના નિધન બાદ હવે તેમની સંપત્તિ અને વારસદારોની ચર્ચા થવા લાગી છે. 6 વખત સીએમ રહેલા જયલલિતા પાસે 114 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હતી. તે અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને વિવાદમાં રહ્યા. તેમની પાસે 10 હજારથી વધુ સાડીઓ અને આશરે 750 જોડી ચપ્પલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એપ્રલિ 2015માં AIADMK ચીફે ખુદ 114 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી.પક્ષના નેતાઓએ જે સંકેતો આપ્યા છે તે અનુસાર તેમની એકમાત્ર વારસદાર શશિકલા હશે. સંપત્તિ અને રાજકીય વારસદાર પણ તેઓ રહેશે.
નવી દિલ્હીઃ તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતાનું સોમવારે રાત્રે 11.30 કલાકે ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં નિધન થયું. 75 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ જયલલિતાએ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા. તેમના નિધન બાદ સમગ્ર તમિલનાડુમાં શોકની લહેર છે. તેમના પાર્થિવ શરીરને મરીન બીચ પર તેમના રાજનીતિક ગુરુ એમજી રામચંદ્રનની સમાધિ નજીક જ દફનાવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -