J&K: આતંકીઓ અને સેના વચ્ચે ભીષણ અથડામણ, મેજર સહિત ચાર જવાન શહીદ, 2 આતંકી ઠાર
નોંધનીય છે કે, પાકિસ્તાન તરફથી આ વર્ષે પણ ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મે મહિનામાં જ પાકિસ્તાને ઘણી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારપછી પાકિસ્તાને જાતે અપીલ કરીને તેને રોકવાની વાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્મી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી આ ફાયરિંગ આતંકીઓને ઘૂસણખોરી કરાવવા માટે કરવામાં આવી રહી છે. પાકિસ્તાનનો પ્રયત્ન છે કે તેઓ ગોળીબાર કરીને ભારતીય સેનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે જેથી આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરી શકે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવાર રાતથી જ પાકિસ્તાન દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને જે હજી સુધી ચાલી રહ્યું છે. 2003ની સમજૂતી પછી પહેલીવાર પાકિસ્તાને આ વિસ્તાર મોર્ટારથી હુમલો કર્યો છે. જોકે ભારતની સેના તરફથી પણ તેમને તે ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાન તરફથી આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે સતત ફાયરિંગ કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાડોશી દેશ તરફથી મોર્ટાર પણ ફેંકવામાં આવી રહ્યાં છે અને ફાયરિંગ ચાલુ છે. ભારતીય જવાન પણ સતત પાકિસ્તાની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહ્યાં છે.
નવી દિલ્હીઃ પાકિસ્તાન તરફથી ઉત્તર કાશ્મીરના બાંદીપુરાના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા આતંકીઓને રોકતા ચાર ભારતીય જવાન શહીદ થઇ ગયા છે. અથડામણની આ ઘટનામાં ચાર આતંકીઓ પણ માર્યા ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -