5G ટેક્નોલોજીને લઈ પરેશાન થઈ જૂહી ચાવલા, જાણો કોને શું કરી ફરિયાદ
50 વર્ષીય અભિનેત્રીએ પત્રમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક વૈજ્ઞાનિકો, એક્સપર્ટ અને મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરે માનવ સ્વાસ્થ્ય પર રેડિયોફ્રિકવન્સી રેડિએશનના હાનિકારક પ્રભાવોનો ઉલ્લેખ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ જૂહી ચાવલાએ 5જી મોબાઇલ ટેકનોલોજી પર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે તેણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે.
તેણે કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્ય પર રેડિયોફ્રીકવન્સીના સંભવિત હાનિકારક પ્રભાવનું વિશ્લેષણ કર્યા વગર તેને લાગુ ન કરવી જોઈએ. કેન્દ્ર ડિજિટલ ઈન્ડિયાના ટાર્ગેટને પહોંચી વળવા 5જી લાગુ કરવા જઈ રહી છે ત્યારે જૂહીએ પૂછ્યું છે કે આ નવી ટેકનોલોજી પર પૂરતું સંશોધન કરવામાં આવ્યું છે કે નહીં ?
જૂહી ચાવલાએ મોબાઇલ ટાવર એન્ટીના તથા વાઇફાઇ હોટસ્પોટથી નીકળતાં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન (ઇએમએફ)ના કારણે સ્વાસ્થ્યને થનારાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -