જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા ગીતા મિત્તલ, રાજ્યપાલે લેવડાવ્યા શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2018 06:11 PM (IST)
1
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ગીતા મિત્તલે શપથ લીધા. શનિવારે મુખ્ય ન્યાયધીશ તરીકે રાજ્યપાલ એન એન વોહરાએ રાજભવનમાં ગીતા મિત્તલને શપથ લેવડાવ્યા હતા. આ સાથેજ ગીતા મિત્તલ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બની ગયા છે. આ પહેલા ગીતા મિત્તલ દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચુક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નોંધનીય છે કે, 5 માર્ચ 2018ના રોજ ચીફ જસ્ટિસ બદર દુરેજ અહમદ રિટાયર્ડ થયા હતા ત્યાર બાદ આ પદ ખાલી પડ્યું હતું. સુપ્રીમ કોર્ટ કોલેજિયમના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, રંજન ગોગાઈ અને જસ્ટિસ મદન બી લોકુરે ગીતા મિત્તલના નામની મંજૂરી આપી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -