રાહુલ ગાંધીની સામેજ ઝઘડ્યા દિગ્વીજય અને સિંધિયા, એકબીજાને સામે કરવા લાગ્યા ગાળાગાળી, જાણો કેમ
ઇન્દોરઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોનુ સિલેક્શન મોટો માથાનો દુઃખાવો બની ગયુ છે. રિપોર્ટ છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં રાજ્યના બે મોટા નેતાઓ એકબીજા સામે અપશબ્દો બોલતા બોલતા ઝઘડવા લાગ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકમાં પોતા-પોતાના ઉમેદવારોને ટિકીટ અપાવવા માટે વરિષ્ઠ નેતા દિગ્વિજય અને જ્યોતિરાદિત્ય સિંધિયા એકબીજા સામે લડી પડ્યા હતા. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ. આ બધુ રાહુલ ગાંધીની હાજરીમાં જ થયુ.
આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજર હતાં, આ બેઠક મધ્યપ્રદેશના ઉમેદવારોના લિસ્ટને અંતિમ ઓપ આપવા માટે બોલાવવામાં આવી હતી.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બુધવારે રાત્રે બેઠક મળી આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહ અને દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે ઝઘડો થઇ ગયો, બન્ને એકબીજાને ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -