જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે યોજાઈ બેઠક
શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ શિષ્ટાચાર મુલાકત હતી. આ બેઠકમાં કોઈ ફરિયાદ કે ઈર્ષાની ભાવના નહોતી. પરંતુ બંને દિગ્ગજ નેતાઓની આ મુલાકાતે રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે અચાનક થયેલી મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. બંને નેતાઓ વચ્ચે સોમવારે રાત્રે બંઘ રૂમમાં આશરે 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી. બંને નેતાઓએ તેને સામાન્ય મુલાકાત ગણાવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે રાત્રે દિલ્હીથી ભોપાલ પહોંચ્યા હતા. બાદમાં તેઓ અચાનક પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે પહોંચી ગયા હતા. શિવરાજ સિંહ અને જ્યોતિરાદિત્યએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી.
જ્યોતિરાદિત્યએ કહ્યું, અમે અનેક મુદ્દે વાતચીત કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે તેમના વિરૂદ્ધ માફ કરો મહારાજ કહીને ચૂંટણી પ્રચાર કર્યો હતો એ પ્રશ્નના જવાબમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, હું એવો વ્યક્તિ નથી જે આજીવન સંબંધોમાં ખટાસ રાખીને ચાલુ. હું રાત ગઈ બાત ગઈમાં વિશ્વાસ ધરાવુ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -