અંતરિક્ષમાં 104 સેટેલાઈટ મોકલનાર ‘રૉકેટ મેન’ કે સિવાન બન્યા ISROના નવા ચેરમેન
સિવાને પહેલા 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવામાં ઈસરોની મદદ કરી ચુક્યા છે, સિવાન ત્રણ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી અને સ્પેસ કમિશનના ચેરમેન પણ બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિવાન આ સમયે વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરના નિદેશક છે. તેઓ 1980માં મદ્રાસ ઈસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીમાંથી એરોનૉટિકલ એન્જીનિયરિંગમાં સ્નાતક થયા હતા. તેના પછી તેમણે 1982માં IISc બેંગ્લુરુથી એરોસ્પેસ એન્જીનિયરિંગમા એમઈ કર્યું છે અને 2006માં આઈઆઈટી બોમ્બેથી પીએચડી કરી છે.
નવી દિલ્લી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO)ના નવા ચેરમેન તરીકે પ્રખ્યાત વૈજ્ઞાનિક કે સિવાનની નિમણૂંક કરવામાં આવી છે. કે સિવાન એએસ કિરણની જગ્યા લેશે.કેબિનેટની પસંદગી સમિતિએ બુધવારે કે સિવાનના નામની પસંદગી કરી છે. કિરણ કુમારનો કાર્યકાળ 14 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -