મોદીના આ મંત્રીની હોસ્પિટલે 500-1000 રૂપિયાની નોટ ના લેતા નવજાત બાળકનું મોત
નવી દિલ્લીઃ મંગળવારની રાત્રે મોદી સરકારે પોતાના એક ઐતિહાસિક નિર્ણયમાં 500 અને 1000 રૂપિયાની નોટને બેન કરી દીધી હતી. કાળા નાણા અને આતંકવાદ વિરુદ્ધ આ નિર્ણયને એક મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. બીજી તરફ રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરપ્રદેશના ખુર્જામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં રહેતા એક પરિવારનો આરોપ છે કે એક ખાનગી હોસ્પિટલે 500 કે 1000 રૂપિયાની નોટ લેવાનો ઇનકાર કરી દીધો હતો જેને કારણે મહિલાની ડિલીવરી લેટ થઇ ગઇ હતી પરિણામે તેમના નવજાત બાળકનું મોત થયુ હતું. એક વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, આ હોસ્પિટલ કેન્દ્રિય પ્રવાસન મંત્રી મહેશ શર્માની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૈલાશ હોસ્પિટલ મોદી સરકારના ટુરિઝમ મંત્રી ડોક્ટર મહેશ શર્માની છે. જોકે, હોસ્પિટલે અભિષેકના આરોપોને ફગાવી દીધા હતા. હોસ્પિટલના કહેવા પ્રમાણે, નવજાત અગાઉથી જ મૃત હતું. હોસ્પિટલના કહેવા પ્રમાણે, અમારે ત્યાં હજુ પણ 500 અને 1000 રૂપિયાની નોટ સ્વીકારવામાં આવે છે. જોકે અન્ય એક દર્દીએ હોસ્પિટલના દાવાની પોલ ખોલી દીધી હતી અને કહ્યુ હતું કે હોસ્પિટલમાં 500 રૂપિયાની નોટ સ્વિકારવામાં આવતી નથી.
અહીં સવાલ એ થાય છે કે શું કોઇ પાસે 500 કે 1000 રૂપિયાની નોટ ના હોય તો તેમની સારવાર નહીં કરવાની. શું કોઇ ડોક્ટર કે હોસ્પિટલ એવા દર્દીની સારવાર નહીં કરે કે જેમની પાસે 100 રૂપિયાની નોટ નહીં હોય. બુલંદશહેરના ખુર્જામાં રહેતા અભિષેક પોતાની પત્ની એકતાની ડિલીવરી માટે કૈલાશ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. હોસ્પિટલે 10 હજાર રૂપિયા જમા કરવાનું કહ્યુ પરંતુ હોસ્પિટલે એક હજાર અને 500ની નોટ લેવાનો ઇનકાર કરી દીધો અભિષેકનો આરોપ છે કે પૈસા જમા નહીં કરાતા સારવારમાં મોડુ થયુ પરિણામે તેમની પત્નીની ડિલીવરીમાં મોડુ થતાં નવજાતનું મોત થઇ ગયુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -