Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
100 કરોડના સામ્રાજ્યના મહંત કોલગર્લ સાથે સેક્સ માણતા હોય તેવો વીડિયો વાયરલ, મહંતે શું કર્યું?
મહંત સોમપુરીનું આ કાંડ બહાર આવ્યા બાદ ગ્રામપંયાચતે નવા મહંતની નિમણૂંક કરી છે. સંત સમાજ અને ગ્રામીણ લોકોએ નરેશપુરીને બાબા રાજાપુરી ડેરાના નવા મહંત બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાઈરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે આ બન્ને કેવી કેવી અશ્લિલ હરકતો કરી રહ્યા છે. ત્યારે તેની સાથે રહેલ ત્રીજી વ્યક્તિ આ સમગ્ર ઘટનાનું રેકોર્ડીંગ કરીને આ મહંતની અશ્લીલ ઓળખ તેમના આંધળા ભક્તો સામે મૂકી હતી.
મહિલા સાથે પથારીમાં બેસીને દારૂ અને સિગારેટના કસ મારતા આ મહંતને હવે પોલીસ અને ગામવાળાઓ પણ શોધી રહ્યા છે. મહંતને શોધી રહેલા તેમના ભક્તોએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે હવે જો આ મહંત ગામમાં દેખાયો તો તેને બરાબરનો પાઠ ભણાવીશું.
સોમપુરી નામનો આ મહંત અંદાજે 330 વર્ષ જૂના બાબા ડેરા રાજપુરીનો 14મો મહંત હતો. નવાઈની વાત એ છે કે આ મહંતના આવા એક બે નહીં પણ પૂરા નવ અશ્લીલ વીડિયો વાઈરલ થયા છે.
નવી દિલ્હીઃ હરિયાણાના કલાયતા વિસ્તારના એક ગામમાં એક ડેરાના મહંતનો મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો થોડા મહિના પહેલા બનાવવાનો ગામના લોકો કરી રહ્યા છે. વીડિયોમાં મહંત એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. સાથે જ દારૂની સાથે સાથે સિગરેટના કસ મારતા જોવા મળી રહ્યા છે. બંધ રૂમમાં તેની સાથે એક ત્રીજી વ્યક્તિ પણ છે જે તેની આ હરકતોને વીડિયોમાં કેદ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -